Divorce Temple : આ છે દુનિયાનું એકમાત્ર ડિવોર્સ ટેમ્પલ, પતિઓથી પરેશાન મહિલાઓ સાથે છે ખાસ કનેક્શન

દુનિયામાં ઘણા લોકોને મંદિરમાં લગ્ન કરતા જોયા હશે. જો કે તમે ક્યારેય એવુ મંદિર નહીં જોયુ હોય જ્યાં છુટાછેટા થતા હોય. જો કે આજે અમે જે મંદિર વિશે વાત કરવાના છીએ ત્યા મહિલાઓ લગ્ન નહીં પરંતુ છુટાછેડા માટે જાય છે.

સામાન્ય રીતે દુનિયામાં-દેવી દેવતાઓના મંદિર હોય છે પરંતુ જાપાનાં આવેલુ આ મંદિર તમામ મંદિરોથી સાવ અલગ છે. 600 વર્ષ જૂનુ ટેકોજીનાના નામે જાણીતું આ ઐતિહાસિક મંદિર એક ડિવોર્સ મંદિર છે. અહીં એ મહિલાઓ આવે છે જે તેમના પતિથી પરેશાન છે.

Divorce Temple

અહેવાલો અનુસાર, આ મંદિરની સ્થાપના માત્સુગોકા ટોકેઈ-જીના નામથી કરાઈ હતી. આ મંદિર જાપાનના કામાકુરા શહેરના કાનાગાવા પ્રાંતમાં સ્થિત છે. ઘરેલુ હિંસાનો ભોગ બનેલી અનેક મહિલાઓનું આ નિવાસસ્થાન છે. આ બૌદ્ધ મંદિર એ સમયનું છે જ્યારે મહિલાઓને કોઈ અધિકારો નહોતા. તે સમયે જાપાનમાં છૂટાછેડાની કોઈ જોગવાઈ નહોતી.

આ મંદિર 1285 બન્યુ છે અને તેની સ્થાપ્ના બૌદ્ધ સાધ્વી કાકુસન શિદો-ની દ્વારા કરવામાં આવી હતી. અહીં જે મહિલાઓ લગ્નજીવનમાં ખુશ નહોતી તે આવતી હતી. સમયની સાથે આ મંદિર સલામત સ્થળ અને સંસ્થા તરીકે પ્રખ્યાત થયુ.

સમય સાથે મહિલાઓને લાગવા માંડ્યું કે તેમને અહીં સુરક્ષા મળી શકે છે. આ સિવાય જો તે ગૂંગળામણભર્યા સંબંધમાં હોય તો તેમાંથી પણ તેને આઝાદી મળી શકે છે. આ મંદિર હવે જાણીતુ છે.

આ મંદિરે થોડા સમય પહેલા જ પીડિત મહિલાઓને સત્તાવાર રીતે છૂટાછેડાનું પ્રમાણપત્ર આપવાનું શરૂ કર્યુ છે. તે સુફુકુ-જી તરીકે ઓળખાય છે. આ પ્રમાણપત્રથી મહિલાઓને લગ્નમાંથી કાયદેસરની સ્વતંત્રતા મળી રહી છે.

આ સિવાય આ મંદિરની સ્થાપત્ય કલાની ખૂબ પ્રશંસા થાય છે. મંદિર સુંદર બગીચાઓથી ઘેરાયેલું છે. આ મંદિર નિઃસ્વાર્થપણે લોકોની સેવા કરી રહ્યું છે. લોકો આ મંદિરને કાકેકોમી ડેરા, સંબંધો તોડવાની જગ્યા અને ભાગેડુ મહિલાઓનું મંદિર અથવા છૂટાછેડાનું મંદિર પણ કહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X