OMG : ચીની વ્યક્તિના પેટમાંથી નીકળ્યો આવડો મોટો કાચ!
ચીની વ્યક્તિના પેટમાંથી નીકળ્યો 8 સેન્ટીમીટરનો કાચ. બે દિવસથી આ કાચ તેના પેટમાં હતો. જાણો વધુ અહીં
સામાન્ય રીતે તેવું મનાય છે કે ચીની લોકો કોઇ પણ વસ્તુઓ ખાઇ શકે છે. આમ પણ ત્યાં સાપ, વાંદોની વિવિધ વાનગીઓ લોકો ભારે ચાવથી ખાતા હોય છે. પણ તેવામાં જ્યારે તમને કોઇ તેવો કિસ્સો ખબર પડે જેમાં કોઇ માણસ જાડા કાચ ખાઇ જાય તો નવાઇ લાગે ને! આવું જ કંઇક બન્યું છે ચીનના ગુઆંગજો શહેરમાં, જ્યાં એક માણસના પેટમાં દુખાવો થતા તેનો હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જ્યાં તેનો એક્સે કરવામાં આવતા મોટી વાત બહાર આવી. એક્સેના રિપોર્ટમાં ડોક્ટરે પણ જે જોયું તે જોઇને તેમને માનવામાં ના આવ્યું કે આ ભાઇના પેટમાં 8 સેન્ટીમીટર લાંબો અને 7 સેન્ટીમીટર પહોળો કાચ છે. જેના કારણે તેમને પેટમાં સતત ભયાનક દુખાવો રહે છે. જે બાદ જલ્દીથી જ આ ભાઇનું ઓપરેશન કરવામાં આવ્યું.

ઓપરેશન વખતે પણ કાચ વારવાર હાથમાંથી પડી જતા ડોક્ટરોને ભારે મુશ્કેલી બાદ આ કાચ નીકળવામાં સફળતા મળી હતી. જો કે આ ગ્લાસ બે દિવસથી આ વ્યક્તિના પેટમાં હતો પણ ડરના માર્યા તેણે કોઇને આ વાત જણાવી નહતી. પણ ભારે દુખાવા બાદ તેણે ડોક્ટર પાસે જવું પડ્યું હતું. જો કે હજી પણ આટલા મોટો અને જાડો કાચ તેમના પેટમાં કેવી રીતે તે તેમણે કોઇને પણ જણાવ્યું નથી. જો કે ડોક્ટરને તે વાતની નવાઇ લાગે છે કે આટલા જાડો કાચ બે દિવસ સુધી પેટમાં રહેવા છતાં આ ભાઇ કેમ કરીને જીવી શક્યા!













Click it and Unblock the Notifications
