પત્નીને ડ્રગ્સ આપીને 80 લોકો પાસે બળાત્કાર કરાવ્યો, પછી જે કર્યુ તે સાંભળીને હલબલી જશો
ફ્રાન્સના મઝાન શહેરમાં એક ખૌફનાક ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર, અહીં એક હેવાન પતિએ પત્નીને ડ્ર્ગ્સ આપીને ઘણા લોકો પાસે રેપ કર્યો હોવાનો ખુલાસો થયો છે.
ડેઈલી મેલના એખ અહેવાલ અનુસાર, આ આરોપી પતિ પાસેથી કુલ 83 વીડિયો મળી આવ્યા છે. આ ઘટનામાં સૌથી ચૌકાવનારી બાબત એ છે કે આ પતિ જે પુરૂષો પાસે રેપ કરાવતો હતો તેને તે ઓળખતો પણ નહોતો. તે એક ઈન્ટરનેટ ગ્રુપના માધ્યમથી આ દરીંદગીને અંજામ આપતો હતો.

અહેવાલો અનુસાર, આરોપી પતિ એક ગ્રુપમાં જોડાયેલો હતો અને તેમાં સંમતિ વગર સેક્સ પર ચર્ચા થતી હતી. આ ગ્રુપનું નામ વિધાઉટ હર નોઈંગ હતું. એનો મતલબ થાય છે મહિલાની જાણકારી વગર તેની સાથે સેક્સ કરવુ. આ ગ્રુપના મેમ્બર એવી મહિલાઓ સાથે સંબંધ બનાવતા હતા જે મહિલાને તે પહેલાથી નહોતા જાણતા.
રિપોર્ટ અનુસાર, ડોમિનિક તેની પત્નીના ડિનરમાં લોરાઝેપામ નામની દવા મિક્સ કરતો હતો. તેની અસર બાદ પત્નીને નશો થતો અને તેને ખબર નહોતી પડતી કે તેની સાથે શું થઈ રહ્યું છે.
હાલ પોલીસે આ મામલામાં પોલીસે 51 યુવકો સામે ગુનો નોંધ્યો છે અને તમામની ધરપકડ કરી છે. મહિલા સાથે બળાત્કારના કુલ 92 કેસ નોંધાયા છે. આ તમામ ઘટનાઓ 2011 થી 2020 વચ્ચે બની હતી.
અહેવાલો અનુસાર, ધરપકડ કરાયેલા તમામ 51 આરોપીઓની ઉંમર 26 થી 73 વર્ષની વચ્ચે છે. આ આરોપીઓમાં રાજકારણીઓથી લઈને ફાયર સર્વિસ ઓફિસર, જેલ ગાર્ડ, નર્સ અને પત્રકારો પણ છે. આમાના 33 લોકો 2021 સુધીમાં જેલ હવાલે કરાયા છે.
હજુ ઘણા આરોપીઓની ઓળખ નથી થઈ શકી. આ ઘટના કંઈક એવી રીતે સામે આવી કે આરોપી કોઈ મહિલાના સ્કર્ટનું શૂટિંગ કરી રહ્યો હતો. ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી અને તેની તપાસમાં આ હેવાનિયતનો ખુલાસો થયો.












Click it and Unblock the Notifications
