ESA ઘ્વારા NGC 6744 આકાશગંગાની અદ્ધભૂત ફોટો જાહેર કરવામાં આવી

યુરોપીય સ્પેસ એજેન્સી અને નાસા ઘ્વારા પૃથ્વીની આકાશગંગા મિલ્કીવે સમાનતાઓ ધરાવતી NGC 6744 આકાશગંગાની એક ફોટો શેર કરવામાં આવી છે.

યુરોપીય સ્પેસ એજેન્સી અને નાસા ઘ્વારા પૃથ્વીની આકાશગંગા મિલ્કીવે સમાનતાઓ ધરાવતી NGC 6744 આકાશગંગાની એક ફોટો શેર કરવામાં આવી છે. જેમાં ઘણા તારાઓ દેખાઈ રહ્યા છે. પહેલી નજરમાં આ આપણી આકાશગંગાની 1,00,000 પ્રકાશ વર્ષ વ્યાસની તુલનામાં 2,00,000 કરતા પણ વધારે પ્રકાશ વર્ષ માપવા છતાં આપણી આકાશગંગા જેવી જ દેખાય છે. ESA અનુસાર આ ફોટોમાં પીળા, વાદળી અને ગુલાબી રંગના તારાઓ જોઈ શકાય છે.

NGC 6744

NGC 6744 પૃથ્વીની આકાશગંગા સમાન જ છે. NGC 6744 ના પ્રમુખ કેન્દ્રીય ક્ષેત્રમાં વૃદ્ધ તારાઓને પીળા રંગમાં જોઈ શકાય છે, જેઓ ધુળદાર અને સર્પિલ ભુજાઓ રૂપમાં દેખાઈ રહ્યા છે. જયારે યુવા તારાઓના સમૂહ વાદળી રંગમાં જોઈ શકાય છે. જયારે તારાઓના નિર્માણનું સક્રિય ક્ષેત્ર ગુલાબી રંગનું દેખાય છે

વર્ષ 2005 દરમિયાન NGC 6744 અંદર સુપરનોવા વિશે જાણકારી મળી હતી, જે આકાશગંગાના જીવન પર ઘણા સવાલો ઉભા કરે છે. સુપરનોવા એટલે કે એક વિશાળ તારો જે પોતાનું હાઇડ્રોજન આવરણ ગુમાવી દે છે, જેથી જાતે જ પડી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X