પહેલા મહિલાએ ભુત સાથે લગ્ન કર્યા અને હવે ખુદ જ ડિવોર્સ લીધા, જાણો કોણ છે આ વિચિત્ર મહિલા?
આ દુનિયામાં ઘણા લોકો પોતાના વિચિત્ર દાવાઓને કારણે ચર્ચાએ ચડે છે. હવે આવો જ એક વિચિત્ર દાવો એક મહિલાએ કર્યો છે અને તે ચર્ચાએ ચડી છે. આ મહિલાએ પહેલા ભુત સાથે લગ્ન કર્યાનો દાવો કર્યો અને હવે તે ખુદ જ ડિવોર્સ લઈ રહી છે.
40 વર્ષની બ્રિટિશ સિંગર રોકર બ્રોકાર્ડેે વિચિત્ર દાવો કર્યો છે કે તેના લગ્ન ભુત સાથે થયા છે. મહિલાએ દાવો કર્યો કે તેને એક સૈનિકનું ભુત પસંદ આવી ગયુ અને બન્નેએ લગ્ન કરી લીધા. હવે તેને જણાવ્યુ કે લગ્ન બાદ બન્ને વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે હવે તેને ડિવોર્સ પણ લઈ લીધા.

આ મહિલાના દાવા અનુસાર, આ વિચિત્ર પ્રેમ કહાની ત્યારે શરૂ થઈ જ્યારે આ મહિલાએ સૈનિકને તેના રૂમમાં જોયો. બંનેને એકબીજાને સારી રીતે ઓળખવામાં 5 મહિનાનો સમય લાગ્યો. આ પછી વર્ષ 2022 માં હેલોવીનના દિવસે બંનેએ લગ્ન કર્યા.
ચૌકાવનારી બાબત એ છે કે, આ મહિલાના લગ્નનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે દુલ્હનના ડ્રેસમાં જોવા મળી રહી છે. આમાં તે વિચિત્ર વર્તન કરતી જોવા મળી રહી છે. તેનો દાવો છે કે, લગ્ન બાદ અજીબોગરીબ વસ્તુઓ થવા લાગી. હનીમૂન દરમિયાન પણ તેના અદ્રશ્ય પતિએ વધારે પડતો દારૂ પી લીધો.
આ મહિલાએ દાવો કર્યો છે કે, આ એડવાર્ડો નામના ભુતનો વ્યવહાર બદલાઈ ગયો અને તે પજેસિવ થઈ ગયો છે. તેને દાવો કર્યો કે, આ ભુત હનિમુન દરમિયન થોડા દિવસ ગાયબ થઈ ગયુ હતુ. હવે આ મહિલાને આ તેના જીવનની સૌથી મોટી ભુલ લાગી રહી છે. હવે તેને આ લગ્નને ખતમ કરવાનો નિર્ણય લીધો છે અને ડિવોર્સ લઈ લીધા છે.












Click it and Unblock the Notifications
