જુઓ તસવીરો, કેમ છીએ આપણે નિયમ તોડવામાં નંબર 1?
આપણી માનસિકા આજકાલ એવી થઇ ગઇ છે કે સિગ્નલ તોડવી, નો પાર્કિંગમાં પાર્ક કરી લેવું તે આપણા માટે શાનની વાત થઇ ગઇ છે. બે મિનિટ સિગ્નલ પર ઊભા રહેવું આપણા માટે પાપ સમાન છે અને તે બાદ જો ટ્રાફિક પોલિસ પકડે તો ધરાર તેની જોડે ઝગડો કરવાના પણ આપણો વાંક હોવા છતાં દંડ તો બિલકુલ નહીં ભરવાનો.
એક સમય હતો જ્યારે ભૂલથી કોઇની જોડે સ્કૂટર ટચ થઇ જાય તો આપણે હસીને જવા દેતા હતા. પણ હવે તો આપણા સ્કૂટરને કોઇ ભૂલથી ટચ તો કરે તમાશો કરવા બેસી જાઇએ છીએ.
ધણીવાર આ જોઇને મને થાય છે કે શું ખરેખરમાં કંઇ જતું કરતા કે પોતાની ભૂલ પર દંડ ભરવાથી આપણે શું નાના થઇ જવાના છીએ? શું આજ છે મારું ગરવી ગુજરાત કે ભારત? તો ચલો આજે કેટલીક આવી જ તસવીરો બતાવું જે જોઇને તમને પણ થશે કે ભારતમાં તે જ નિયમ છે કે નિયમ તોડવા માટે જ બન્યા છે. અને આ જોઇને જરા પણ આત્મગ્લાનિ થાયને તો આજે એક દિવસ માટે કોઇ નિયન ના તોડી દેશ પર એક ઉપકાર જરૂરથી કરજો. જુઓ આ ફોટોસ્લાઇડર...

નિયમ કાનૂન
આવનારા સ્લાઇડરમાં જુઓ લોકો કેવી કેવી રીતે નિયમોને ખુલ્લેઆમ તોડે છે.

વૂમન સ્પેશ્યલ
આ બસ છે તો વૂમન સ્પેશ્યલ પણ તેમાં એક પણ મહિલા દેખાઇ નથી રહી!

ઓવર લોડિંગ
આને કહેવાય ખરા અર્થમાં ઓવર લોડિંગ પછી ભલેને ટર્ન મારતા ગાડી વળી જાય કોના બાપની દિવાળી!!

યૂ ટર્ન
યૂ ટર્ન લેવાની ના પાડે તો આપણે સાંભળી લેવાનું થોડી ના હોય! તે તો લખતો રહે આપણે ટર્ન મારી લેવાનું!

OMG
બિચારી આ ટ્રેન અને તેના ડ્રાઇવરનું શું થતું હશે મને તો તે વિચાર આવે છે!

નો પાર્કિંગ
આને નો પાર્કિંગ નહીં ડૂ પાર્કિંગ કહેવાય જેમાં ના પાડી હોય તે તો ખાસ કરવું જ પડે.

ફોન
આપણે કંઇ અંબાણી કે સેલેબ્રિટીનીથી ઓછા બીઝી છીએ. ફોન પાંચ મિનિટ ખિસ્સા રહી જાય તે થોડીના ચાલે. મલ્ટીટાસ્કિંગ તો આપણા લોહીમાં છે,પછીને ભલેને તેમ કરતા કરતા કોઇ દિવસ કોઇને ઠોકી બેસીએ!

રેલ્વે ક્રોંસિંગ
રાહ જોવાની, પ્લીઝ તે તો થાય જ નહીં. પળે પળેની કિંમત વસૂલતા અમને આવડે છે. પછી ભલેને તેમ કરતા એક પળમાં જીવ જતો રહે!

સર્વ શિક્ષા અભિયાન
લાગે છે સર્વ શિક્ષા અભિયાનનું બીડું આ ભાઇએ જ ઉપાડ્યું છે! પછી ભલે ને તે ચક્કરમાં કોઇ બાળકના જીવ પર આવી જાય!

અમે નહીં સુધરીએ
આ બોર્ડ ભલે ગમે તે કહે આવા નેચરલ કોલને કંઇ ના પડાતી હશે!

ફૂટપાટ
ફૂટપાટ એક રસ્તો છે અને તેની મહત્વતા એક બાઇક સવાર જ સમજશે!

ટ્રાફિક પોલિસ
હવે નિયમનું પાલન કરનાર જ નિયમ તોડે તો પછી તેમાં અમારો શું વાંક. તેમ કરીને કોઇએ પણ નિયમ નહીં જ પાળવાનો હૈને!

ડ્યૂટી
ડ્યૂટી પર મોડું ના થવું જોઇએ પછી ભલેને હેલ્મેટ પહેર્યા વગર પ્રાણ જાય!

ગેસ સિલન્ડર
ખુલ્લેઆમ સિલન્ડર આવી રીતે લઇ જવાના અને જો કોઇ પણ અનહોની થાય તો જવાબદારી બિલકુલ નહીં લેવાની!

નો પાર્કિંગ
એ તો લખતા રહે નો પાર્કિંગ. આપણે ક્યાં પાર્ક કરવાનું પછી? તેવું વિચારીને નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંધન કરવાનું તે છે બુધ્ધિની વાત!

હું મારી મરજીનો માલિક
કોણ બીજી સાઇડ જઇને બે મિનિટ વધુ આપી રોડ ક્રોસ કરે તે તો છે ટાઇમ વેસ્ટ. પણ આવું કરીને બધાને હેરાન કરવાનું અને પોતાના જીવનો પણ રિક્સ લેવાનું છે હોશિયારી!

પ્રાણી છે હોશિયાર
આપણા કરતા તો પ્રાણીઓને સારી રીતે ખબર છે ઝીબ્રા કોસિંગ પર કેમ ઊભા રહેવું!

ડિવાઇડર ક્રોસ
ડિવાઇડર આપણને રોકી નહીં શકે. આ ઉપર ચઢાવ્યું ને આ ધક્કો માર્યો. સો ઇઝી!

હદ્દ થઇ ગઇ
લાગે છે કે આ ભાઇ મોતના કૂવામાં પહેલા કામ કરતા હતા!

મહિલા કોચ
મહિલા કોચમાં મહિલા જ નથી તો આ બધા શું મૂછોવાળી મહિલા છે!

પહેલા હું
કોઇને સાઇડ આપવી, પહેલા જવા દેવું તે તો પાપ છે પાપ એટલે જ તો લોકો ના પોતે જાય છે ના કોઇને જવા દે છે અને પછી શું થાય છે આ...












Click it and Unblock the Notifications
