For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ghost Fair: ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં થાય છે 'ભૂતોનો મેળો', નવરાત્રિમાં થાય છે ભૂત-પ્રેતનો ખેલ

બિહારના ઘણા જિલ્લાઓ એવા છે જ્યાં હજુ પણ લોકો પ્રેત અને આત્માઓ પર વિશ્વાસ રાખે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રોહતાસઃ બિહારના ઘણા જિલ્લાઓ એવા છે જ્યાં હજુ પણ લોકો પ્રેત અને આત્માઓ પર વિશ્વાસ રાખે છે. અંધ વિશ્વાસ એટલો છે કે લોકો ભૂત-પ્રેત ફરવાની વાતો કરે છે. આજે અમે તમને બિહારના એક એવા જિલ્લાની વાત કરીશુ જ્યાં નવરાત્રિમાં અનોખા દ્રશ્યો જોવા મળે છે. બિહારના રોહતાસ જિલ્લામાં ધિન્હુ બ્રહ્મ સ્થાનમાં શારદીય નવરાત્રિમાં કંઈક અલગ જ નઝારો જોવા મળે છે.

પ્રેતાત્માઓથી આઝાદ થવાની કોશિશ

પ્રેતાત્માઓથી આઝાદ થવાની કોશિશ

ગામ લોકોના જણાવ્યા મુજબ ભૂતોના મેળામાં કોઈ મહિલા માથુ હલાવતી જોવા મળે તો કોઈ જમીન પર આળોટીને પ્રેતાત્માઓથી આઝાદ થવાની કોશિશ કરતી હોય છે. સ્થાનિક લોકોનુ માનવુ છે કે અહીં ભૂત-પ્રેત માનવીના ચહેરામાં ફરે છે. ગામ લોકોએ જણાવ્યુ કે અહીં આખી નવરાત્રિ ભૂત-પ્રેતનો ખેલ ચાલે છે. અહીં આવતા લોકો(પુરુષ અને મહિલા) વિચિત્ર હરકતો કરતા જોવા મળે છે.

પ્રેતાત્માઓથી છૂટવા માટે આવે છે લોકો

પ્રેતાત્માઓથી છૂટવા માટે આવે છે લોકો

સ્થાનિક લોકોએ જણાવ્યુ કે ભૂત-પ્રેતના આ મેળામાં જિલ્લા ઉપરાંત બીજા રાજ્યના લોકો પણ પ્રેતાત્માઓથી છૂટવા માટે અહીં પહોંચે છે. આ મેળામાં મોટાભાગના ગરીબ લોકો જ શામેલ થતા દેખાય છે. આ સાથે જ મહિલાઓને પ્રેતબાધાથી મુક્તિ માટે ખાસ કરીને ઓઝા-તાંત્રિક પ્રપંચ કરે છે. રોહતાસના ધિનહુ બ્રહ્મ સ્થાનમાં લાગતા ભૂતોના મેળામાં કોઈ પણ ઉચ્ચ વર્ગના લોકો નથી આવતા. આ મેળામાં મોટાભાગના ગરીબ અને પછાત વર્ગના લોકો જ આવે છે.

ભૂતોના મેળામાં પુરુષ અને મહિલા સામેલ

ભૂતોના મેળામાં પુરુષ અને મહિલા સામેલ

ધિનહૂ બ્રહ્મ સ્થાનમાં થતા ભૂતોના મેળામાં શામેલ થતી યુવતી અને મહિલાને માર મારીને ભૂત ઉતારવામાં આવે છે. આ લોકોના વાળ ખેંચી-ખેંચીને તાંત્રિક તેમને મારે છે. મેળામાં ભાગ લેતા લોકોએ કહ્યુ કે મેળામાં આવ્યા બાદ બધા પ્રકારના કષ્ટ(માનસિક અને શારીરિક) દૂર થઈ જાય છે. આ મેળામાં દરેક પ્રકારની સમસ્યાઓનુ સમાધાન થઈ જાય છે. મેળામાં ભાગ લેતા લોકોનુ કહેવુ છે કે તાંત્રિક બાબા પૂજા-પાઠ કરીને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવે છે. એ લોકોને બ્રહ્મ બાબા માટે ખાસ આસ્થા અને વિશ્વાસ છે.

ભૂતોના મેળામાં શ્રદ્ધા અને અંધવિશ્વાસની ઝલક

ભૂતોના મેળામાં શ્રદ્ધા અને અંધવિશ્વાસની ઝલક

ભૂતોના મેળામાં તેમને શ્રદ્ધા અને અંધ વિશ્વાસ બંનેની ઝલક જોવા મળે છે. મેળામાં જતા જ તમને વિધિધ પ્રકારના શ્રદ્ધાળુઓ જોવા મળે છે. વિવિધ જગ્યાએ રડતી મહિલાઓ, વાળ ખુલ્લા રાખીને માથુ ઘૂમાવતી મહિલાઓ, ટેન્ટની અંદર ઝાડ-ફૂંક કરતા તાંત્રિક. સ્થાનિક લોકોની માન્યતા છે કે ધિનહુ બ્રહ્મમાં ઘણી તાકાત છે. અહીં આવ્યા બાદ કોઈ નિરાશ નથી થતુ.

English summary
Ghost Fair: A place India where ghost fair held during navrati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X