બોયફ્રેન્ડ માટેના 22 કડક નિયમો, વાયરલ થયુ ગર્લફ્રેન્ડનું બનાવેલુ લિસ્ટ
બોયફ્રેન્ડ માટે બનાવેલી એક રુલ બુક હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ શેર થઈ રહી છે.
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ વચ્ચે લડાઈ કોઈ નવી વાત નથી. આ સંબંધમાં અવિશ્વાસ બહુ જલ્દી આવી જાય છે અને બાદમાં બ્રેક અપ થતાં વાર નથી લાગતી. લોકો પોતાના સંબંધને બચાવવા માટે ઘણી વાર નિયમો પણ બનાવે છે પરંતુ ઘણી વાર તો આ નિયમો એવા હોય છે કે તમે વિચારીને ચોંકી જશે. બોયફ્રેન્ડ માટે બનાવેલી આવી જ એક રુલ બુક હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ શેર થઈ રહી છે. આ લેટરમાં યુવતીએ પોતાના પ્રેમી માટે 22 આકરા નિયમો બનાવ્યા છે જેને વાંચીને લોકો ચોંકી રહ્યા છે અને મઝા પણ લઈ રહ્યા છે.

બોયફ્રેન્ડ માટે 22 આકરા નિયમ
સોશિયલ મીડિયા પર ગર્લફ્રેન્ડનો લેટર વાયરલ થઈ રહ્યો છે. લેટરમાં યુવતીએ પોતાના પ્રેમી માટે 22 કડક નિયમો બનાવ્યા છે. આ લિસ્ટ એક કારમાં પડ્યુ હતુ જેને ખરીદનાર વ્યક્તિએ આ લેટરને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. લેટર પોસ્ટ થતાં જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આના પર ઉત્સાહમાં આવીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ડેટિંગ માટે 22 નિયમો
આ ગુમનામ યુવતીએ પોતાના બોયફ્રેન્ડ માટે 22 કડક નિયમો બનાવ્યા છે. આ નિયમમાં બીજી યુવતીઓને ન નિહાળવી, વાતો ન કરવી, ફ્રેન્ડ લિસ્ટમાં કોઈ અવિવાહિત યુવતીનું ન હોવુ જેવા કડક નિયમો શામેલ છે. યુવતીએ પોતાના પ્રેમીને કડક સૂચના આપી રાખી હતી કે તે કોઈ સિંગલ યુવતી સામે જોશે પણ નહિ. સોશિયલ મીડિયા પર ફોલો કરતી બધી સિંગલ યુવતીને તેણે અનફોલો કરવી પડશે. યુવતીની બનાવેલી રુલ બુકમાં સૌથી ખાસ વાત એ છે કે બોયફ્રેન્ડે પોતાની ગર્લફ્રેન્ડના કોઈ પણ મેસેજનો જવાબ 10 મિનિટની અંદર આપવો અનિવાર્ય હતો.

10 મિનિટમાં આપવાનો રહેશે મેસેજનો જવાબ
યુવતીના આ બોયફ્રેન્ડ રુલ્સ બુકમાં યુવકના ઘણા દોસ્તોના નામ હતા જેની સાથે તેણે દોસ્તી ખતમ કરવાની હતી. આ નિયમમાં એ પણ શામેલ હતુ કે તે પોતાની ગર્લફ્રેન્ડ વિના ડ્રિંક પણ નહિ કરે. તેણે પોતાની ગર્લફ્રેન્ડના મેસેજનો જવાબ 10 મિનિટની અંદર આપવાનો રહેશે. યુવતીના આ લેટર વાયરલ થયા બાદ લોકો ખૂબ મઝા લઈ રહ્યા છે. વળી લોકો એ પણ કહી રહ્યા છે કે પ્રેમ પર કોઈનો પહેરો નથી.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
