આવી ગર્લફ્રેન્ડથી ભગવાન બચાવે, બેગને સ્ક્રેચ ન પડે એટલે બોયફ્રેન્ડનું ટીશર્ટ ઉતારી લીધુ, જાણો ક્યાંની છે પુરી
દુનિયામાં ઘણા લોકો એટલા પરફેક્ટ બનવાની કોશિશ કરતા હોય છે કે તેના કારણે બીજા લોકોની બિલકુલ પરવા નથી કરતા. આવી જ એક ઘટના આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઘટનામાં મહિલાએ પોતાની બેગને સાચવવા માટે જાહેરમાં બોયફ્રેન્ડની ઈજ્જત ઉતારી લીધી.
જેન નામની યુવતીની આ કહાની આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અહેવાલો અનુસાર, જેન પોતાના બોયફ્રેન્ડ સાથે મેક્સિકોમાં વેકેશન મનાવ્યા બાદ કેલિફોર્નિયા જઈ રહી હતી. આ દરમિયાન તેને એવી હરકત કરી કે હવે ચર્ચા થઈ રહી છે.

જેન એરપોર્ટ પર પહોંચી ત્યારે એરપોર્ટ સ્ટાફે તેને તેની નવી ટ્રાવેલ સૂટકેસ તપાસવાની માંગ કરી. કારણ કે તે ઓવરહેડ બિન માટે ખૂબ મોટી હતી. સૂટકેસ મોંઘી હોવાથી તેને નુકસાન ન પહોંચે તે માટે તેને પોતાના બોયફ્રેન્ડનું ટીશર્ટ ઉતારી લીધુ અને સૂટકેસને ઢાંક્યુ.
આ યુવતીએ ટિકટોક એકાઉન્ટ પર જણાવ્યું છે કે તેણે એક નવી સૂટકેસ ખરીદી છે, જેની કિંમત 218 યુએસ ડોલર એટલે કે ભારતીય ચલણમાં લગભગ 18 હજાર રૂપિયા છે. આ યુવતી નહોંતી ઈચ્છતી કે તેના પણ એક પણ સ્ક્રેચ આવે. આટલા માટે તેને તેના બોયફ્રેન્ડને તેનું ટી-શર્ટ ઉતારીને સૂટકેસને પહેરાવી દીધુ.
આ યુવતીએ પોસ્ટમાં જણાવ્યુ કે, નવી બેગનું ધ્યાન રાખતા બોયફ્રેન્ડને નવી ટી-શર્ટ અપાવવી વધુ સારું છે. એટલું જ નહીં તેણે ટી-શર્ટ પહેરેલી સૂટકેસની તસવીર પણ શેર કરી છે. હવે આ ઘટના વાયરલ થઈ રહી છે.












Click it and Unblock the Notifications
