Relationship Advice : બેસ્ટ ફ્રેન્ડના એક્સને ડેટ કરવા જઈ રહેલી છોકરીઓ આ બાબતોનું ખાસ ધ્યાન રાખે
તમારી બેસ્ટ ફ્રેન્ડને તેના એક્સ સાથેના રિલેશન વિશે પૂછવાનું ટાળો. આવા પ્રશ્નો તમને અને તેને બન્નેને દુખ પહોંચાડશે.
ઘણી વખત એવું બને છે કે તમારું દિલ તમારા બેસ્ટ ફ્રેન્ડના એક્સ પાર્ટનર પર આવી જાય છે. આ પછી ઘણી સમસ્યાઓ સર્જાય છે. જો તમે એક વખત પ્રેમમાં પડ્યા તો પછી કંઈ કરી શકાતું નથી. આ સ્થિતિમાં તમે તમારા મિત્ર સાથે શું જૂઠું બોલશો અથવા તેનાથી શું છુપાવશો. જો તમે આમ કરશો તો તમારી ફ્રેન્ડશીપ ખતરામાં પડશે. આ માટે આજે અમે તમને કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ. આ બાબતોને અનુસરીને તમે તમારી બેસ્ટ ફ્રેન્ડ સાથે ઈમાનદાર રહીન તેના એક્સને ડેટ કરી શકો છો.

તમારી બેસ્ટ ફ્રેન્ડને બધુ જણાવો
તમારી બેસ્ટ ફ્રેન્ડ સાથે મતભેદ ટાળવાતે ની સામે પ્રમાણિક બનો. જ્યારે તમે તેને કહો ત્યારે તે તેને હર્ટ કરી શકે છે. પરંતુ તે તમારી BFF છે તેથી તે તમને સારી રીતે જાણે છે. તે થોડી દુખી થશે કે તમે તેના એક્સ બોયફ્રેન્ડને ડેટ કરી રહ્યા છો પરંતુ તે પણ ખુશ થશે કે તમે તેનાથ સંબંધ છુપાવ્યો નથી.

તમારી બેસ્ટ ફ્રેન્ડને તેના એક્સ વિશે ન પુછો
તમારી બેસ્ટ ફ્રેન્ડને તેના એક્સ સાથેના રિલેશન વિશે પૂછવાનું ટાળો. આવા પ્રશ્નો તમને અને તેને બન્નેને દુખ પહોંચાડશે. તમારા પાર્ટનર અને તમારી ફ્રેન્ડના એક્સ પાર્ટનર વિશેના કોઈપણ સવાલ તમારી ફ્રેન્ડને ન કરો એ જ સમજદારી હશે.

તમારા પાર્ટનર અને બેસ્ટ ફ્રેન્ડ પર ભરોશો કરો
ફક્ત તમારા પ્રેમ પર ધ્યાન આપો. તમારા પાર્ટનરને તેના તમારી ફ્રેન્ડ વિશે પ્રશ્નો પૂછશો નહીં. જો તમે તમારા મિત્રને તમારા પાર્ટનરથી માત્ર એટલા માટે દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છો કે બંને વચ્ચે ફરી પેચઅપ ન થઈ શકે અથવા તો બંને વચ્ચે ઝઘડો થઈ શકે છે. તો આવું વિચારવાનું બંધ કરો. સકારાત્મક વિચારો અને તમારી સાથે તમારા પાર્ટનરના ભવિષ્યનો વિચાર કરો. તમારા જીવનસાથી અને મિત્ર પર વિશ્વાસ કરો.












Click it and Unblock the Notifications
