અહીં લગ્નમાં આવેલા તમામ છોકરાઓને દુલ્હનને કિસ કરવાનો મોકો મળે છે, કારણ પણ છે જોરદાર
દુનિયા વિવિધ પ્રકારના રીતિ રિવાજ અને પરંપરાઓથી ભરેલી છે. આવી જ એક પરંપરા સ્વીડનમાં જોવા મળે છે. દાવા સાથે કહીએ છીએ કે આવી પરંપરા વિશે તમે ભાગ્યે જ સાંભળી હશે.
તમે લગ્ન દરમિયાન દુલ્હા-દુલ્હનને કિસ કરતા તો બધુ વખત જોયા હશે. પરંતુ તમે ક્યારેય એવુ નહીં સાંભળ્યુ હોય કે લગ્નમાં આવેલા તમામ લોકો દુલ્હનને કિસ કરે. જો કે આવુ પણ થાય છે. દુનિયામાં એક જગ્યાએ આવી પણ પરંપરા છે.

દુનિયામાં લગ્નને લઈને જોવા મળેલી પરંપરાઓમાં આ પરંપરા સૌથી વિચિત્ર છે. આ પરંપરા અનુસાર, લગ્નમાં આવેલા તમામ છોકરાઓ દુલ્હનને કિસ કરે છે. સાંભળવામાં વિચિત્ર લાગતી આ પરંપરા સ્વીડનમાં જોવા મળે છે.
આ પંરપરા અનુસાર, લગ્નમાં દુલ્હનને એકલી છોડવાની મનાઈ હોય છે. જો દુલ્હનને એકલી છોડીને ક્યાંય જાય તો ત્યાં હાજર છોકરાએ ભેગા થાય છે અને દુલ્હનને કિસ કરી છે.
જો કે આ માત્ર દુલ્હન સાથે થાય છે એવુ નથી. આ જ વસ્તુ વરરાજા સાથે પણ થાય છે. જો વરરાજા એકલા પડે તો ત્યાં હાજર છોકરીઓ તેને કિસ કરે છે.
આ પંરપરામાં એક મહત્વની વાત એ છે કે કિસ માત્ર કુવારા છોકરા છોકરીઓ જ કરે છે. આ પરંપરા હાલ પણ સ્વીડનમાં જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
