અહીં છોકરીઓને અંડરગાર્મેન્ટ્સમાં ચમચી છૂપાવી રાખવાની સલાહ, કારણ
દિવસે ને દિવસે મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારો અને અપરાધમાં સતત વધારો થઈ રહ્યો છે. માત્ર ભારત જ નહીં પણ વિશ્વભરમાં ક્યાંય મહિલાઓ સુરક્ષિત નથી.
દિવસે ને દિવસે મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારો અને અપરાધમાં સતત વધારો થઈ રહ્યો છે. માત્ર ભારત જ નહીં પણ વિશ્વભરમાં ક્યાંય મહિલાઓ સુરક્ષિત નથી. રેપ, હત્યા, બળજબરીપૂર્વક લગ્ન, માનવ તસ્કરી વગેરે જેવી ઘટનાઓનો મહિલાઓ શિકાર બની રહી છે. આવા ગુનાઓથી બચવા માટે મહિલાઓને ઉપાય અને સલાહ પણ આપવામાં આવે છે. આવી જ એક અજીબો-ગરીબ સલાહ સ્વીડનની એક સંસ્થા પોતાના દેશની મહિલાઓને આપી રહી છે. જેની પાછળનું કારણ જાણીને તમે પણ દંગ રહી જશો.

અંડરગાર્મેન્ટ્સમાં ચમચી છૂપાવી રાખવાની સલાહ
સ્વીડનના એક શહેર ગોથેનબર્ગમાં છોકરીઓને સલાહ આપવામાં આવી રહી છે કે પોતાના અંડરગાર્મેન્ટ્સમાં ચમચી છૂપાવીને રાખવી. છોકરીઓની સુરક્ષા માટે આ સલાહ આપવામાં આવી રહી છે. સ્વીડનમાં મહિલાઓ માટે કામ કરતી સંસ્થાએ છોકરીઓની સુરક્ષા માટે આ ઉપાય કાઢ્યો છે, જેનો હેતુ દેશની બહાર છોકરીઓની તસ્કરી કરતા લોકોને પકડાવી છોકરીઓને બચાવવાનો છે.

અંડરગાર્મેન્ટ્સમાં ચમચી છૂપાવવાથી કેવી રીતે બચશે છોકરીઓ
સ્વીડનમાં એવા કેટલાય મામલા સામે આવ્યા છે જ્યાં છોકરીઓનાં જબરદસ્તી લગ્ન કરાવી તેને દેશની બહાર લઈ જવામાં આી હોય. પાછલા દિવસોમાં આવા કેટલાય મામલા આવ્યા હતા. એવામાં છોકરીઓને સલાહ આપવામાં આવી કે તેઓ પોતાના અંડરગાર્મેન્ટ્સમાં ચમચી છૂપાવીને રાખે જેથી કરીને તેઓ એરપોર્ટ પર જ પકડાય જાય અને બચી શકે.

મહિલાઓની રક્ષા કરશે ચમચી
મહિલાઓ માટે કામ કરતી સંસ્થાનું કહેવું છે કે જે છોકરીઓના અંડરગા્મેન્ટ્સમાં ચમચી હશે, એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન મેટલ ડિટેક્ટરથી પસાર થતી વખતે તે મહિલાને અલગ રૂમમાં લઈ જઈને ચેક કરવામાં આવશે. આ દરમિયાન તે એરપોર્ટના અધિકારીઓને વાત જણાવી શકે છે એને બળજબરીપૂર્વક દેશની બહાર લઈ જવામાં આવી રહી છે. સંસ્થાનું કહેવું છે કે આ મામલે એરપોર્ટના અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે તેમને ખબર છે કે છોકરીઓને સુરક્ષિત રીતે કેમ બચાવવી. એવું નથી કે આ ઉપાય કામનો નથી. બ્રિટનમાં પણ ચમચીને કારણે કેટલીય છોકરીઓને બચાવી લેવામાં આવી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
