For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં સરકાર લોકોને 'મરવા' નથી દેતી, 104 વર્ષ પહેલા નોંધાયું હતું છેલ્લું મૃત્યુ

દરેક જીવનું જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે, પરંતુ આપણે જે સ્થાનની વાત કરી રહ્યા છીએ ત્યાંની સરકારે લોકોના મૃત્યુ પર પ્રતિબંધ મૂક્યો છે.

|
Google Oneindia Gujarati News

લોંગ યરબેન : જીવન અને મૃત્યુ એ દુનિયાનું અપરિવર્તનશીલ સત્ય છે, પરંતુ દુનિયામાં એક એવી જગ્યા છે, જ્યાં છેલ્લા 104 વર્ષમાં એક પણ મૃત્યુ થયું નથી. હા આ સાંભળીને તમારું માથું તો ચોક્કસથી ભમી જ ગયું હશે, પરંતુ સરકારી આંકડાઓ અનુસાર 1917થી અત્યાર સુધી કોઈ માનવીનું કુદરતી કે અકુદરતી મૃત્યુ થયું નથી. એવું કહેવાય છે કે, દરેક જીવનું જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે, પરંતુ આપણે જે સ્થાનની વાત કરી રહ્યા છીએ ત્યાંની સરકારે લોકોના મૃત્યુ પર પ્રતિબંધ મૂક્યો છે.

1917 બાદ અહીં એક પણ મૃત્યુ થયું નથી

1917 બાદ અહીં એક પણ મૃત્યુ થયું નથી

અમે વાત કરી રહ્યા છીએ નોર્વેના લોંગ ઈયરબેનની, જ્યાં મેથી જુલાઈ સુધી સૂર્ય આથમતો નથી. આ જાદુઈ જગ્યાએ 76 દિવસ સુધી આકાશમાં સૂર્ય સતત ચમકતોરહે છે, એટલે કે અહીંના લોકોને આટલા દિવસો સુધી અંધારું દેખાતું નથી.

જો કે, તેમ છતાં અહીં ઠંડી છે અને સરકારની પરવાનગી વિના આ સ્થળે કોઈ પોતાનો જીવઆપી શકે નહીં. સ્થાનિક સરકારે લોંગ યરબીનમાં લોકોને મરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ કારણે મરવા પર પ્રતિબંધ છે

આ કારણે મરવા પર પ્રતિબંધ છે

અહીં છેલ્લું મૃત્યુ 1917 માં થયું હતું, ત્યારથી અહીં કોઈને મરવાની મંજૂરી નથી. ખરેખર તેની પાછળ એક ખાસ કારણ છે. અહીં એટલી ઠંડી પડે છે કે, પાણી હંમેશા થીજીજાય છે.

જો અહીં કોઈનું મૃત્યુ થાય છે, તો દફન કર્યા બાદ મૃતદેહ ઠંડીને કારણે સડતો નથી અને તે સદીઓ સુધી જમીનમાં દટાયેલો રહે છે. શરીરનું વિઘટન થતું નથી.

મૃત્યુ પહેલા શિફ્ટ કરવામાં આવે છે

મૃત્યુ પહેલા શિફ્ટ કરવામાં આવે છે

જો તમે વિચારી રહ્યા છો કે, પ્રતિબંધ લગાવીને મૃત્યુને કેવી રીતે રોકી શકાય છે, તો થોડી વાર રાહ જુઓ, જવાબ આગળ મળી જશે.

વાસ્તવમાં સરકાર દ્વારા મૃત્યુ પરપ્રતિબંધ મૂક્યા બાદ જ્યારે અહીં મૃત્યુ નિશ્ચિત લાગે છે, ત્યારે તેને બીજી જગ્યાએ મોકલવામાં આવે છે.

તેનો અંદાજ તેની ઉંમર તબિયત અને માંદગી પરથીલાગાવવામાં આવે છે. જ્યારે અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે, ત્યારે તેની સંભાળ લેવામાં આવે છે.

આ દેશોમાં પણ મૃત્યુની છે મનાઈ

આ દેશોમાં પણ મૃત્યુની છે મનાઈ

જો તે ત્યાં મૃત્યુ પામે છે, તો તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય છે, તો તેના શરીરને બીજી જગ્યાએ દફનાવવામાં આવે છે.

માત્ર નોર્વે જ નહીં, પરંતુ દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં લોકોને મરવા પર પ્રતિબંધ છે.

તેમાં ઇત્સુકુશિમા (જાપાન), લેન્ઝારોન (સ્પેન), સેર્પોરેન્ક્સ અને કુગ્નોક્સ(ફ્રાન્સ), સેલિયા (ઇટાલી) અને બિરિટીબા મિરિમ (બ્રાઝિલ)નો સમાવેશ થાય છે.

104 વર્ષથી નથી સડી લાશ

104 વર્ષથી નથી સડી લાશ

અહીં લગભગ 104 વર્ષ પહેલા ઈન્ફલ્યુએન્ઝાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વ્યક્તિના મૃત્યુ બાદ તેના મૃતદેહને ત્યાં જ દફનાવવામાંઆવ્યો હતો, પરંતુ તીવ્ર ઠંડીને કારણે તેનું શરીર આજ સુધી સડ્યું નથી. એટલું જ નહીં, એવું કહેવાય છે કે, આજે પણ તેના શરીરમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે. ત્યારથીસ્થાનિક સરકારે અહીં લોકોને મરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

English summary
Life and death is the unchanging truth of the world, but there is a place in the world where not a single death has occurred in the last 104 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X