જાહેરમાં કિસ કરવી કેેટલો મોટો ગુનો? જાણો શું કહે છે IPC કલમ 294?

આ દિવસોમાં દિલ્હી મેટ્રો પ્રેમીઓનું પસંદગીનું સ્થળ બની ગયુ છે અને રોજ રોજ નવા રોમાન્સ અને કિસ કરતા વીડિયો સામે આવી રહ્યા છે ત્યારે તમને જણાવી દઈએ કે આવા દિલફેક આશિકો માટે ભારતીય કાયદામાં સજાનું પ્રાવધાન છે.

આજે આપણે જાણવાના છીએ કે જાહેરમાં પત્ની કે ગર્લફ્રેન્ડને જાહેરમાં કિસ કરવી એ કેટલો મોટો ગુનો છે?

Kissing in public

જાહેરમાં અશ્લિલ હરકત કરવી એ ભારતમાં ગુનો મનાય છે. આમ કરવા બદલ આઈપીસી એટલે કે ઈન્ડિયન પીનલ કોડની કલમ 294 અંતર્ગત સજા થઈ થઈ શકે છે.

જો તમે તમારી ગર્લફ્રેન્ડ કે પત્નીને સાર્વજનિક સ્થળો પર કિસ કરો છો તો તે IPCની કલમ 294 હેઠળ સજાને પાત્ર છે. જો તમે તમારી ગર્લફ્રેન્ડ કે પત્નીને મેટ્રો સ્ટેશન, રેલ્વે સ્ટેશન, માર્કેટ, સ્કૂલ, પાર્ક કે અન્ય કોઈ જાહેર સ્થળે કિસ કરો છો તો આને અશ્લીલ હરકત ગણીને ધરપકડ કરવામાં આવી શકે છે.

IPC કલમ 294 અંતર્ગત સાર્વજનિક સ્થળે કોઈપણ વ્યક્તિ અશ્લીલ હરકત કરે છે તો પોલીસ તરત જ ધરપકડ કરી શકે છે. જો કોર્ટમાં દોષ સાબિત થાય તો 3 મહિના સુધીની સજા અને દંડ પણ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં અદાલત બન્ને થઈ શકે છે.

હવે સવાલ એ પણ છે કે કિસને અશ્લિલ ગણવી કે નહીં? આઈપીસી કલમ 294 માં અશ્લીલતાની કોઈ વ્યાખ્યા કરાઈ નથી. આ કલમ એ જણાવે છે કે જો કોઈ વ્યક્તિ અશ્લીલ ગીતો વગાડે, અશ્લીલ વાત કરે અથવા અશ્લીલ હરકતો કરે તો તે સામાજિક ધોરણોની વિરુદ્ધ છે અને તો તેને0 કલમ 294 હેઠળ ગુનો ગણવામાં આવશે અને પોલીસ કાર્યવાહી કરી શકે છે.

બીજી તરફ આવા કેસમાં ઘણી હાઈકોર્ટે પણ કલમ 19 (1) હેઠળ કિસને અભિવ્યક્તિની સ્વતંત્રતાની શ્રેણીમાં મુકીને પરવાનગી આપી છે. જો કે કેટલાક લોકો એ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે ટીવીમાં અશ્લિલતાને અભિવ્યક્તિની આઝાદી ગણાવી રહ્યા છે તો કિસને અશ્લિલ હરકત કેમ ગણવી?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X