Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દેશનું નામ ઈન્ડિયાથી ભારત થયુ તો ખર્ચાશે અધધ આટલા હજાર કરોડ રૂપિયા, જાણો તમામ આંકડા

જ્યારથી કેન્દ્રમાં બીજેપીની નરેન્દ્ર મોદી સરકાર આવી ત્યારથી તે દેશના મહત્વના કામ છોડીને એક પછી એક શહેરોના નામ બદલી રહી છે અને હવે દેશનું નામ બદલવા જઈ રહી હોવાની ચર્ચા થઈ રહી છે.

આ ચર્ચા વિશે એક વાત જાણવી જરૂરી છે કે કોઈપણ જગ્યા, શહેર કે દેશનું નામ બદલવુ એ એક ખર્ચાળ પ્રોબ્લેમ છે. જો કોઈ પણ દેશનું નામ બદલાય તો માત્ર નામ જ નહીં ઘણી વસ્તુઓ બદલાતી હોય છે.

red Fort

જણાવી દઈએ કે, હાલ ભારત અને ઈન્ડિયા બન્ને નામનો સત્તાવાર ઉપયોગ થઈ રહ્યો છે. અંગ્રેજીમાં ઈન્ડિયા અને હિન્દીમાં ભારત લખાય છે. જો કેન્દ્ર સરકાર દેશના નામ તરીકે માત્ર ભારતનું નામ જાહેર કરે તેની પાછળ મોટો ખર્ચ થવા જઈ રહ્યો છે.

ભૂતકાળમાં ઘણા રાજ્યો અને શહેરોના નામ બદલાયા છે. આમાં ઉત્તર પ્રદેશનું નામ ટોચ પર છે. યોગી સરકારે ઘણા શહેરોના નામ બદલ્યા છે. જો કોઈ શહેરનું નામ બદલવાના ખર્ચની વાત કરીએ તો તે અંદાજે 200 થી 500 કરોડની વચ્ચે આવે છે. જો આપણે કોઈ રાજ્યનું નામ બદલવાના ખર્ચની વાત કરીએ તો તે પાંચસો કરોડથી વધુ થઈ જાય છે.

જ્યારે કોઈ શહેર કે રાજ્યનું નામ બદલવામાં આટલા કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે તો દેશનું નામ બદલવામાં તેના કરતાં પણ વધુ ખર્ચ થશે. આઉટલુકના એક અહેવાલ અનુસાર, વર્ષ 2018માં સ્વાઝીલેન્ડ નામના આફ્રિકન દેશે તેનું નામ બદલીને ઈસ્વાતિની કરી દીધું હતું. તે સમયે આ નાના દેશનું નામ બદલવાની કિંમત આશરે 60 મિલિયન ડોલર હતી. જે મોડલ પર આ આંકડાની ગણતરી કરવામાં આવે તો આપણા દેશનું નામ બદલવામાં આવે તો ખર્ચ લગભગ 14 હજાર કરોડ રૂપિયા આસપાસ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X