સાવધાન.. ડુંગળીને આ શાકભાજી સાથે રાખતા હોય તો આજે જ બંધ કરી દો, થઈ શકે છે આ મોટુ નુકસાન
સામાન્ય રીતે શાકભાજીને ખરાબ થતા બચાવવા માટે ફ્રિજમાં રાખવામાં આવે છે. જો કે ડુંગળીને ફ્રિજમાં રાખવી શક્ય નથી. આના માટે તેને બહાર જ સ્ટોર કરવામાં આવે છે. ઘણા લોકોને ડુંગળી રાખવાની સાચી રીત ખબર નથી, જેનાથી ઘણા નુકસાન થા છે.
નિષ્ણાતો અનુસાર, ડુંગળીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે ઠંડી, અંધારી અને સુકી જગ્યામાં રાખવી જરૂરી છે. આ સિવાય ઘણી એવી શાકભાજી છે જેને ડુંગળી સાથે ક્યારેય ન રાખી શકાય. જો રાખવામાં આવે તો તે બગડી જાય છે.

જાણકારો અનુસાર, ભેજ અને પ્રકાશ ડુંગળી સહન કરી શકતી નથી. આના કારણે ડુંગળીમાં ફુગ થાય છે અને અંકુરિત થવા લાગે છે. ડુંગળી હંમેશા સૂકી, સારી રીતે વેન્ટિલેટેડ બાસ્કેટમાં સંગ્રહિત કરવી જોઈએ. તેને સૂર્યપ્રકાશથી દૂર રાખો અને ખૂબ ઠંડા વાતાવરણમાં ન રાખો. તેને અંધારી અલમારીમાં રાખવી ઉત્તમ છે.
જાણકારો ડુંગળીને બટાકા સાથે રાખવાની પણ મનાઈ ફરમાવે છે. બટાકાની નજીક રહેવાથી ડુંગળી સડી જવાનું જોખમ રહે છે. જો તમે બજારમાંથી પ્લાસ્ટિકની થેલીમાં ડુંગળી લાવ્યા છો તો ઘરે આવતાની સાથે જ કાઢી લો. હવા અને ભેજના અભાવે ડુંગળી ઝડપથી બગડી જાય છે. આ વસ્તુઓ ક્યારેય સીલબંધ પ્લાસ્ટિકમાં ન રાખવી જોઈએ. તેને પેપર બેગ અથવા જાળીદાર બેગમાં રાખી શકો છો.
જો ડુંગળીને યોગ્ય તાપમાન અને યોગ્ય સ્થિતિમાં રાખવામાં આવે તો તે લાંબા સમય સુધી ટકી રહે છે. ધ શેફ્સ ગાર્ડન કુકબુક અનુસાર, -1 °C (30F) અને 10 °C (50F) વચ્ચે સંગ્રહિત ડુંગળી એક વર્ષ સુધી સુરક્ષિત રહેશે.












Click it and Unblock the Notifications
