ઘરમાં મોબાઈલ નેટવર્કથી પરેશાન છો તો આ જુગાડ અજમાવો, આવી જશે ફુલ નેટવર્ક

આજકાલ ફોન માણસના શરીરનો જ એક ભાગ બની ગયો છે. ઘણા લોકો માટે મોબાઈલ ફોન વગર કામ ચલાવવુ અઘરૂ થઈ જાય છે. તેમાં પણ જો નેટવર્ક ન હોય તો ઘણા કામ અટકી પડે છે. આ સ્થિતીમાં અમે તમને કેટલીક એવી ટ્રીક જણાવી રહ્યા છીએ, જે તમારા ઘરમાં મોબાઈલ નેટવર્ક લાવવામાં મદદ કરશે.

જો કોઈ રૂમમાં ફોન પર નેટવર્ક નથી મળી રહ્યું તો તમારે ઘરના અન્ય વિસ્તારોમાં ચેકિંગ કરવુ જોઈએ. ઘણી વખત એવું બને છે કે કેટલાક રૂમ સંપૂર્ણપણે બંધ હોય છે અને તેના કારણે નેટવર્કની સમસ્યા વધુ રહે છે. આ કિસ્સામા હોલ અથવા ખુલ્લી જગ્યામાં જલ્દી નેટવર્ક મળી જાય છે.

mobile network

તમે સાંભળ્યું હશે કે ઊંચા ફ્લોર પર રહેતા હોય તો પણ નેટવર્કની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આનાથી નીપટવા તમે તમારો ફ્લેટ બદલી શકો છો. તમે 2 અથવા 3 માળથી ઉપર ન રહો. આ જગ્યા પર સારૂ નેટવર્ક રહે છે.

તમારા ફોનમાં નેટવર્ક સમસ્યાઓ એક કારણ તમારો ફોન 2G અથવા 3G નેટવર્ક પર કામ કરી રહ્યો હોય તો તે પણ છે. તેથી તમારે ફોનના સેટિંગ્સ તપાસીને તમારો ફોન 4G કે 5G નેટવર્ક પર કામ કરી રહ્યો છે કે નહીં તે જોઈ લેવુ જોઈએ.

એક ચૌકાવનારી ટ્રિક એ પણ છે કે ગ્લાસનો ઉપયોગ નેટવર્ક સમસ્યા દૂર કરવામાં મદદ કરી શકે છે. જો તમે એવી જગ્યાએ હોવ કે જ્યાં ફોન પર સિગ્નલનો અભાવ હોય તો તમે કાચના ગ્લાસનો ઉપયોગ કરી શકો છો. ફક્ત તમારા ફોનને કાચમાં મૂકો, તમને નેટવર્ક મળી જશે.

જો આ સોલ્યુશન કામ નથી કરતું તો તમારા ઘરમાં સિગ્નલ બૂસ્ટર લગાવો. આ સમસ્યા ઉકેલી શકે છે. આને નેટવર્ક બૂસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે તેને સરળતાથી ઓનલાઈન અથવા બજારમાંથી ખરીદી શકો છો. આના માટે તમારે ઓછામાં ઓછા 2,000 રૂપિયા ખર્ચવા પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X