ગર્લફ્રેન્ડ નથી તો ચુકવવો પડશે ટેક્સ, જાણો દુનિયામાં જોવા મળતા અજીબ ટેક્સ વિશે
ભારત જેવા દેશોમાં દરેક લોકો તમામ વસ્તુની ખરીદી ઉપર અને તે સિવાય ઈન્કમ ટેક્સ પણ ચુકવે છે. જો કે કેટલાક દેશમાં ટેક્સને લઈને વિચિત્ર નિયમો જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ એક દેશ એવો છે જ્યાં તમારે ગર્લફ્રેન્ડ ન હોવાનો પણ ટેક્સ ચુકવવો પડે છે.
ભારતમાં લાખો લોકો કુંવારા છે. માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં આવા લોકોની સંખ્યા ઘણી છે. પરંતુ જો કોઈ તમને કહે કે તમારે બેચલર રહેવુ હોય તો તમારે ટેક્સ ચૂકવવો પડશે તો? દુનિયામાં એક જગ્યાએ આવા નિયમો હકિકતમાં છે. આ ટેક્સ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના મિઝોરી શહેરમાં લેવામાં આવે છે. અહીં 21 વર્ષથી 50 વર્ષના બેચલરોએ 1 ડોલર ટેક્સ તરીકે ચુકવવો પડે છે.

ભારત જેવા દેશમાં સ્વચ્છતા સેસ વસૂલાય છે પંરતુ કોઈ તમને એમ કહે કે તમારે ટોયલેટ ફ્લશનો ઉપયોગ કરવા માટે ટેક્સ ચૂકવવો પડે તો? આ દુનિયામાં એક શહેર એવું પણ છે જ્યાં દરેક ઘર પાસેથી ટોયલેટ ફ્લશ ટેક્સ વસુલાય છે. આ ટેક્સ મેરીલેન્ડમાં લાગુ છે અને પાણીના ઉપયોગ પર નજર રાખવા દર મહિને 5 ડોલર ટોઇલેટ ફ્લશ ટેક્સ લેવાય છે.
ભારતમાં ટેક્સના કોઈ વિચિત્ર કાયદા નથી જોવા મળતા પરંતુ કેરળમાં આવો એક વિચિત્ર ટેક્સ લગાવવામાં આવ્યો છે. અહીં ફેટ ટેક્સ લાગુ છે. ભારતમાં કેરળમાં 14.5% ફેટ ટેક્સ વસૂલવામાં આવે છે. જેથી લોકો જંક ફૂડ ઓછું ખાય અને પોતાના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપે.












Click it and Unblock the Notifications
