પ્લેનની આ સીટ પર બેઠા તો ક્રેશમાં પણ જીવ બચી જશે, જાણો ક્યાં હોય છે આ ખાસ સીટ?
સમય સાથે સાથે હવે લોકોની લાઈફ ઝડપી બની રહી છે અને એક જગ્યાએથી અન્ય જગ્યાએ પહોંચવા માટે હવાઈ યાત્રા કરી રહ્યા છે. જો કે હવાઈ યાત્રા જેટલી ઝડપી છે એટલી ખતરનાક પણ છે. ઘણી વખત પ્લેન ક્રેશની ઘટનાઓ બનતી રહે છે.

સામાન્ય લોકોના ટ્રાવેલિંગ માટે ઉપલબ્ધ તમામ ટ્રાવેલિંગ સિસ્ટમમાં પ્લેન સૌથી ખતરનાક મનાય છે અને આમાં બચવાની સંભાવના સૌથી ઓછી છે ત્યારે દાવો કરાઈ રહ્યો છે કે પ્લેનમાં એક એવી સીટ હોય છે એ જગ્યાએ બેસનારા વ્યક્તિની બચવાની સંભાવના સૌથી વધુ છે. જો કે આ દાવામાં કેટલી સંભાવના છે હકિકત આજે અમે તમને જણાવીશું.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્લેનમાં એક સૌથી સુરક્ષિત સીટ હોય છે. જો પ્લેન ક્રેશ થાય તો આ સીટ પર બેઠેલા મુસાફરોનો જીવ બચી શકે છે. તમને જણાવી દઈએ કે આ સાચી વાત છે.
અહીં આ દાવાને આધારે તમને જણાવી દઈએ કે પ્લેનમાં સીટ પ્રમાણે નક્કી થાય છે કે કઇ સીટ પર બેસીને પ્લેન ક્રેશમાં બચવાની સંભાવનાઓ સૌથી વધુ છે.
પ્લેનમાં સૌથી સુરક્ષિત સીટ વિશે મેક્સિકોના વૈજ્ઞાનિકોએ 2012માં કેટલાક એક્સપરિમેન્ટ પણ કર્યા છે. આ એક્સપરિમેન્ટમાં એક પ્લેન બોઈંગ 727 જાણી જોઈને ક્રેશ કરાયુ હતુ. આ પ્રયોગમાં જાણવા મળ્યું કે કઈ સીટ પર બેઠેલા મુસાફરના બચવાની શક્યતા સૌથી વધુ હોય છે. આ પ્લેનને રણમાં લોકોથી દુર ક્રેશ કરાયું હતું.
જો તમે પણ પ્લેન દુર્ઘટનામાં તમારો જીવ બચાવવા માંગો છે તો તમને જણાવી દઈએ કે હંમેશા પ્લેનના છેલ્લા ભાગમાં સીટ બુક કરો. અકસ્માતોમાં પ્લેનની પાછળની સીટ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.
વિમાનમાં આગળ બેઠેલા લોકો અને પાંખો પાસે બેઠેલા મુસાફરોને અકસ્માતમાં મૃત્યુ થવાનું સૌથી વધુ જોખમ રહેલું છે. પરંતુ પ્લેનની પાછળની સીટ પર બેઠેલા મુસાફરોના બચવાની શક્યતા સૌથી વધુ હોય છે. તમારી સુરક્ષિત મુસાફરી માટે પ્લેનની પાછળની સીટ બુક કરો.












Click it and Unblock the Notifications
