પહેલી ડેટને યાદગાર બનાવવા માંગો છો અપનાવો આ ટિપ્સ, એ દિવસ જિંદગીભર યાદ રહેશે
ડેટ પર જતા પહેલા તમે ઘઆઉટફિટ, મેકઅપ અને લુક પરફેક્ટ રાખવાનો પ્રયત્ન કરો છો. ડેટ માટે યોગ્ય જગ્યા અને બેસ્ટ ફૂડ પણ પસંદ કરો છો. જો કે આ બધી બાબતો છતાં તમે કેટલીક એવી ભૂલો કરી શકો છો જે તમારી ડેટ બગાડી શકે છે.
કોઈ ખાસ વ્યક્તિ સાથે ડેટ પર જવું, ખાસ કરીને પહેલીવાર હોય ત્યારે તે તમને નર્વસ કરી દે છે. જેના કારણે ડેટ પર કેટલીક એવી ભૂલો કરો છો જેનો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે. આજે અમે તમારા માટે આવી ભૂલોનું લિસ્ટ લાવ્યા છીએ, જેથી તમે પહેલી ડેટમાં આ ભૂલો કરવાથી બચી શકો છો.

વાત કરવામાં નર્વસ થઈ જવુ
પહેલી ડેટ પર નર્વસ થવુ ખૂબ જ સામાન્ય છે. જો કે તમારી નર્વસનેસને વધુ ન થવા દેવાનો પ્રયાસ કરો. લોકો જ્યારે નર્વસ હોય ત્યારે ઘણી વાર વિચિત્ર વાતો કરવાનું શરૂ કરી દે છે. તમારા શબ્દો પર ધ્યાન આપો. સમજી વિચારીને વાત કરવાનો પ્રયાસ કરો.
મોડું પહોંચવું
પ્રથમ ડેટ પર કોણ મોડા પહોંચવાનું ઈચ્છે? પહેલી ડેટ પર જ પાર્ટનર મોડા એ કોને ગમે? જો તમે મોડા પહોંચો છો તો તમે તમારી સામેની વ્યક્તિના મનમાં નેગેટિવ છાપ છોડશો. સમયસર અથવા 5-10 મિનિટ પહેલાં જ ડેટ પર પહોંચવાનો પ્રયાસ કરો.
કંઈક કરવા દબાણ કરવુ
જ્યારે તમે કોઈની સાથે ડેટ પર જાઓ ત્યારે કોશિશ કરો કે સામેની વ્યક્તિને ખાવા-પીવા કે અન્ય કોઈ કામ કરવા દબાણ ન કરો. તમારી જબરદસ્તી સામેની વ્યક્તિને અસ્વસ્થ બનાવી શકે છે.
ફોનનો ઉપયોગ ન કરો
ઘણા લોકો ડેટ દરમિયાન પણ વારંવાર ફોન પર વ્યસ્ત રહે છે. પહેલી ડેટ પર ફોનનો સતત ઉપયોગ કરવો એ સારી વાત નથી. તમારી ડેટ સાથે વાત કરવા શક્ય તેટલો સમય પસાર કરવાનો પ્રયાસ કરો. જેથી સામેની વ્યક્તિને લાગે કે તમે તેમાં ઈન્ટ્રસ્ટેડ છો.
કમ્ફર્ટ અનુભવ કરાવો
તમારી ડેટને કમ્ફર્ટેબલ લાગે તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સ્થિતિમાં એવો કોઈ પ્રશ્ન ન પૂછો જેનાથી સામેની વ્યક્તિ અસ્વસ્થતા અનુભવે. સામેની વ્યક્તિને આરામદાયક વાતાવરણ આપવાનો પ્રયાસ કરો.












Click it and Unblock the Notifications
