જો તમારી તમારાથી પત્ની ખુશ નથી તો આમાંથી કઈંક ખુટતું હશે, જોઈ લો પુરી ચેક લિસ્ટ
સંબંધમાં લેવાતા નિર્ણયમાં બંને પાર્ટનરની સંમતિ જરૂરી છે. જો સબંધમાં પતિ પત્નીની વાતને મહત્વ આપતો નથી તો તો પત્ની દુખી રહે છે.
પતિ-પત્નીનો સબંધ ખૂબ જ નાજુક હોય છે. દાંપત્યજીવનનો પુરો આધાર પતિ-પત્નીના સબંધો પર આધારીત છે. લગ્ન કરવ એ સુખની ગેરંટી નથી. બે લોકોના સંબંધમાં પરસ્પર સંવાદિતા અને પ્રેમ સ્થાપિત કરવા માટે ઘણા પ્રયત્નોની જરૂર પડે છે. આપણે જોઈએ છીએ કે,પત્ની સંબંધોને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરે છે. પરંતુ બીજી બાજુ ઘણીવાર તે પોતે પણ તેના સંબંધમાં નાખુશ હોય છે. પત્ની ખૂશ ન હોવાના ઘણા કારણો છે. આ જે આપણે આ કારણો પર વાત કરીશું.

પત્ની પર ધ્યાન ન આપવુ
કોઈ પણ પત્ની ઈચ્છતી હોય છે કે તેનો પતિ તેના પર ધ્યાન આપે. પત્નીઓને પતિ ધ્યાન આપે તે પસંદ નથી. પત્ની જવાબદારીઓ તો નિભાવે છે પરંતુ ખુશ રહી શકતી નથી. પત્ની પર ધ્યાન ન અપાતા તેને ખરાબ લાગે છે. કામના ભારણને કારણે પતિ પત્નીની અવગણના કરે છે ત્યારે તેને દુઃખ થાય છે. આ માટે સમયે વિતાવવો જરૂરી છે.

પત્નીના અભિપ્રાયને મહત્વ ન આપવું
સંબંધમાં લેવાતા નિર્ણયમાં બંને પાર્ટનરની સંમતિ જરૂરી છે. જો સબંધમાં પતિ પત્નીની વાતને મહત્વ આપતો નથી તો તો પત્ની દુખી રહે છે. પુરૂષ ન તો પત્નીની સલાહ લે અને ન તેની સલાહ સાંભળે તો આ સ્થિતિ ઘણું નુકસાન પહોંચાડે છે. આનાથી પત્ની સંબંધોમાં નાખુશ રહે છે.

પત્નીને વિશ્વાસમાં લીધા વગર કમિટમેન્ટ કરવુ
ઘણી પારિવારિક જવાહદારીઓ પતિ અને પત્ની બન્નેએ સાથે મળીને પુરી કરવાની હોય છે. કોઈપણ કમિટમેન્ટ કરતા પહેલા જરૂરી છે કે પહેલા પતિ-પત્ની બંને સાથે મળીને વાત કરે અને પછી નિર્ણય લે. ઘણી વખત પતિ તેમની પત્ની સાથે વાત કર્યા વિના કમિટમેન્ટ આપી દે છે. આ સ્થિતિમાં પત્નીને પરેશાનીનો સામનો કરવો પડે છે.

સંબંધમાં રોમાંસની કમી
વિવાહિત જીવન માત્ર પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધો પૂરતુ મર્યાદિત નથી. મહિલાઓ નાની નાની વસ્તુઓથી ખુશ થાય છે અને તેમના પતિ દ્વારા પ્રેમ અનુભવે છે. પત્નીને ગળે લગાડવી, તેનો હાથ પકડવો, ક્યારેક કોઈ કારણ વગર તેને ચોકલેટ કે ફૂલો આપવો કે તેના માટે પ્રેમભર્યો સંદેશ લખવો. આ નાની નાની બાબતો છે જે પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ હંમેશા જીવંત રાખે છે. સંબંધોમાં આ પ્રકારના રોમાંસનો અભાવ હોય તો પત્ની સંબંધમાં ખુશ રહેતી નથી.

નાણાકીય વ્યવસ્થાપનમાં બેદરકારી
મોંઘવારીના સમયમાં આર્થિક સ્થિતીની અસર સંબંધો પર પડે છે. કેટલાક પુરુષો આર્થિક બાબતોમાં ખૂબ જ બેદરકાર હોય છે. બીજી તરફ સ્ત્રીને ઘર ચલાવવાનું હોય છે. તેમને હંમેશા એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે તેમના ઘરમાં કોઈ આર્થિક સમસ્યા ઉભી ન થાય. આ સ્થિતિમાં જો કોઈ પુરુષ બિનજરૂરી રીતે પૈસા ખર્ચ કરે તો તેનાથી મહિલા ચિંતિત રહે છે અને આવી સ્થિતિમાં તેમના સંબંધોમાંથી ખુશી પણ ગાયબ થઈ જાય છે.












Click it and Unblock the Notifications
