દિલ્હી મેટ્રોમાં કપલે હદ વટાવી, OYO હોટલની જેમ રોમાન્સ ફરમાવતુ જોવા મળ્યુ
છેલ્લા કેટલાક સમયથી દિલ્હી મેટ્રો આશિકોની પસંદગીની જગ્યા બની ગઈ છે. ક્યારેક લોકો વચ્ચે જ કિસિંગ તો ક્યારેક રોમાન્સ ફરમાવતા કપલના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હવે વધુ એક કપલ બિંદાસ્ત રોમાન્સ કરતુ કેમેરામાં કેદ થયુ છે.
હાલમાં જ દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કપલ લોકો વચ્ચે જ મેટ્રોમાં બિંદાસ્ત અશ્લીલ હરકતો કરી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા યુઝર્સે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને સૌથી પહેલા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો અને ત્યાંથી હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં એક કપલ દિલ્હી મેટ્રોના ફ્લોર પર બેઠેલું જોવા મળે છે. જે દરમિયાન યુવતી તેના બોયફ્રેન્ડના ખોળામાં માથું રાખીને સૂતી જોવા મળી રહી છે. આ દરમિયાન બન્ને લાંબા સમય સુધી એકબીજાને લિપલોક કરતા જોવા મળી રહ્યા છે. તે થોડી રોમેન્ટિક વાતો કર્યા બાદ ફરી એકબીજાને કિસ કરવામાં વ્યસ્ત થતા જોવા મળી રહ્યા છે.
આ કપલને ત્યાં હાજર લોકોની હાજરીથી કોઈ ફરક પડતો નથી. લોકોની ભીડ વચ્ચે આ કપલ કોઈપણ સંકોચ વિના તેમની અશ્લીલ હરકતો કરી રહ્યું છે. વીડિયો વાયરલ થતાની સાથે જ ઘણા યુઝર્સે DMRC પર સવાલ ઉઠાવી રહ્યા છે.
યુઝર્સ ડીસીપી દિલ્હી મેટ્રોને ટેગ કરીને કાર્યવાહી કરવા જણાવી રહ્યા છે. એક યુઝરે મજા લેતા લખ્યુ કે, કોરોના પીડિતને મોંથી શ્વાસ આપીને જીવ બચાવવો એ પણ આ દેશમાં ગુનો બની ગયો છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે દેશ મુશ્કેલીમાં છે.












Click it and Unblock the Notifications
