Israel Hamas War: હમાસ-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે પાંગર્યો પ્રેમ, લગ્ન કરી યુદ્ધમાં જોડાયો સૈનિક

Israel Hamas War: ગત દિવસોથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં ઘણા લોકોના મોત થઇ ચુક્યા છે. આ સાથે યુદ્ધના કારણે ભારે જાનમાલનું નુકસાન થઇ રહ્યું છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઇઝરાયેલ રજા પર ગયેલા સૈનિકોને ફરજ પર પરત બોલાવવામાં આવી રહ્યા છે.

આ ઇઝરાયેલ સૈનિકોમાં ઉરી મિન્ટઝર અને એલિનોર જોસેફાઇન નામનું દંપતી છે. આ કપલ વર્તમાન સમયમાં હેડલાઇન્સમાં છે. કારણ કે, બંનેએ યુદ્ધના મેદાનમાં જતા પહેલા લગ્ન કરી લીધા હતા.

Israel Hamas War

ઉલ્લેખનીય છે કે, જ્યારે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો અને દેશને હચમચાવી નાખ્યો, ત્યારે આ કપલ થાઈલેન્ડના પ્રવાસે હતું. જ્યારે તેણે આ સમાચાર સાંભળ્યા ત્યારે તે ચોંકી ગયો. આ પછી બંને ઉતાવળે ઘરે પહોંચ્યા અને ઝડપથી લગ્નની તમામ વિધિઓ પૂરી કરીને તેઓ કાયમ માટે એકબીજાના બની ગયા હતા.

ઉતાવળમાં અને આવા સંજોગોમાં લગ્ન કરવા અંગે મિન્ટ્ઝરે જણાવ્યું હતું કે, તેણે લગ્ન વિશે ઘણું વિચાર્યું હતું, પરંતુ આવા સંજોગોમાં લગ્ન થશે તેવું ક્યારેય વિચાર્યું ન હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, પાછા ફર્યા બાદ તેઓ જે રીતે આયોજન કર્યું હતું, તે રીતે લગ્ન કરી શકશે. મિન્ટ્ઝરે તેના પાર્ટનર એલિનોરને તેના વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય તરીકે વર્ણવ્યું હતું.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધના સમાચાર સાંભળ્યા પછી, કપલે તેમના શુભચિંતકો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા હતા. દંપતીના લગ્નનું સંચાલન કરનાર રબ્બી ડેવિડે જણાવ્યું હતું કે, યુદ્ધમાં જતાં પહેલાં દંપતી લગ્ન કરે, તે અસામાન્ય નથી. આ લગ્ન પોતાનામાં ખૂબ જ અલગ છે. કારણ કે, તે સ્પષ્ટપણે તેમના સંબંધોની મજબૂતાઈ, એકબીજા પ્રત્યેનો તેમનો પ્રેમ અને સમર્પણ દર્શાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X