દુનિયાની આ જગ્યાઓ પર મરવાની મનાઈ છે, થઈ શકે છે સજા
કહેવાય છે કે મોતને કોઈ રોકી શકતુ નથી. ગમે તેનું ગમે ત્યારે મોત થઈ શકે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં મરવાની મનાઈ છે. અહીં મરવા પર સજા થઈ શકે છે.
નોર્વે, ઈટાલી, જાપાન અને ફ્રાન્સમાં કેટલાક એવા શહેરો અને જગ્યાઓ છે જ્યાં લોકોના મોત પર પ્રતિબંધ છે. જો કોઈ અહીં મરે તો તેના મોતની સજા થઈ શકે છે.

લોન્ગયરબીન - નોર્વે
નોર્વેના લોન્ગયરબીન શહેરમાં 70 વર્ષથી આ શહેરમાં કોઈને દફનાવવામાં આવ્યું નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે આ વિસ્તાર ખૂબ જ બરફ વાળો છે. અહીં શબ સડતા નથી અને નષ્ટ પણ થતા નથી. જેના કારણે આ મૃતદેહોમાં પરમાફ્રોસ્ટ નામનો વાયરસ ઉત્પન્ન થાય છે અને અહીં રહેતા લોકોને ગંભીર બીમારીનો ખતરો રહે છે. આ શહેરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેને બીજા શહેરમાં લઈ જવામાં આવે છે, જેથી તે તેના જીવનનો અંતિમ સમય સારી રીતે પસાર કરી શકે.
ફાલ્સિયાનો ડેલ મૈસિકો - ઇટાલી
અહીં 2012માં એક કાયદા દ્વારા નાગરિકોને મરવા પર પ્રતિબંધ મુકાયો છે. અહીંનું કબ્રસ્તાન સંપૂર્ણપણે ભરાઈ ગયું છે અને હવે કોઈને દફનાવવાની જગ્યા બચી નથી. જેના કારણે મોટાભાગના નિવૃત લોકો મહાનગરપાલિકા વિસ્તારમાં રહે છે. અહીંના લોકોને નજીકના નગર મોંડારાગોનમાં દફનાવવામાં આવે છે.
ઇત્સુકુશિમા - જાપાન
આ જાપાનનું એક પવિત્ર સ્થળ છે. સરકારે આ સ્થળની પવિત્રતા જાળવવા 1878 થી મૃત્યુ અને જન્મ પર પ્રતિબંધ મૂક્યો છે. સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને બીમાર લોકોને પણ આ સ્થાનની મુલાકાત લેવાની સંપૂર્ણ મનાઈ છે.
સાર્પોરેન્ક્સ - ફ્રાન્સ
ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા આ ગામમાં કબ્રસ્તાનમાં ભારે ભીડને કારણે મોત પર પ્રતિબંધ છે. જો કોઈ આ આદેશનું ઉલ્લંઘન કરે છે તો તેને સખત સજા કરવાની જોગવાઈ છે.
સેલિયા - ઇટાલી
દક્ષિણ ઇટાલીમાં સ્થિત આ શહેરમાં મોટાભાગના લોકો 65 વર્ષથી વધુ ઉંમરના છે. આ શહેરમાં કોઈ પણ વ્યક્તિને બીમાર કે મૃત્યુ પામવાની પરવાનગી નથી. આ આદેશનો હેતુ લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો છે. જે લોકો નિયમિત ચેકઅપ ન કરાવે તેને દંડ ભરવો પડે છે.
લેન્ઝારોન - સ્પેન
1999માં દક્ષિણ સ્પેનિશ શહેરમાં કબ્રસ્તાનમાં જગ્યાની અછતને કારણે બીજું નવું કબ્રસ્તાન બનાવવામાં ન આવે ત્યાં સુધી લોકોને દફનાવવા પર પ્રતિબંધ મૂક્યો. મેયરે લોકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું કહ્યું જેથી કોઈ જલ્દી મૃત્યુ ન પામે. તેમજ જેઓ બીમાર અને વૃદ્ધ હતા તેઓને અન્ય શહેરોમાં મોકલવામાં આવ્યા હતા.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
