નોકરી છે કે હનીમૂન? દોઢ કરોડ પગાર અને પાર્ટનર સાથે રહેવા મળે છે પુરો આઈલેન્ડ
લોકોને સારા પગાર વાળી અને આરામદાયક નોકરીની શોધ હોય છે. પરંતુ તમને કોઈ કરોડોનો પગાર આપે અને પત્ની સાથે રહેવા પુરો આઈલેન્ડ આપે તો?
સાંભળીને તમને વિશ્વાસ નહીં આવતો હોય પરંતુ આ સત્ય છે. હાલ એક અબજોપતિએ આવી જ એક નોકરીની ઓફર કાઢી છે.

જો કોઈ તમને બેસ્ટ લોકેશનમાં રહેવાના બદલામાં પૈસા આપે તો? આવી જ તક એક અબજોપતિ દ્વારા ઓફર કરવામાં આવી રહી છે. જે પૈસા ચૂકવીને એક કપલને આઈલેન્ડ પર રહેવાની તક આપી રહ્યો છે.
અહેવાલો અનુસાર, ફેરફેક્સ અને કેન્સિંગ્ટન નામની રિક્રુટમેન્ટ એજન્સી દ્વારા આ રિક્રુટમેન્ટ આવી છે. આ એક ફુલ ટાઈમ જોબ છે. આમાં એકલા નહીં પણ તમારા પાર્ટનર સાથે કરવાનું હોય છે. આ કપલને બદલામાં ઉંચો પગાર અને ઘણી સુવિધાઓ આપવામાં આવી રહી છે.
આ કામ માટે જે કપલની પસંદગી કરવામાં આવશે તેનું કામ બ્રિટિશ વર્જિન ટાપુઓમાં રહીને લાઈફનું દસ્તાવેજીકરણ કરવાનું હોય છે. કે એક બાંધકામ સ્થળ પરથી અદ્ભુત વૈભવી ઓએસિસ બનવાની કહાની કહેશે.
સરળ શબ્દોમાં કહીએ તો, કપલ માટે આ નોકરી છે. નોકરી આપનાર અબજોપતિ આ જગ્યાની સુંદરતા બતાવવા માંગે છે. ભાડે રાખેલ દંપતી વિશ્વને બતાવશે કે કેવી રીતે સ્થળ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. બદલામાં તેને 185,000 ડોલર એટલે કે 1,54,03,729 રૂપિયા મળશે.
જો કે હજુ સુધી માલિક અને નોકરી આપવાના સ્થળ વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. આ કામ માટે કપલ સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીમાં એક્સપર્ટ હોવું જરૂરી છે. તેઓએ અગાઉ લક્ઝરી ઉદ્યોગ એટલે કે યાટ અથવા મોટા મહેલોમાં કામ કર્યું હોવું જોઈએ.
તેમનું કામ જાન્યુઆરીથી શરૂ થશે અને તેમને અઠવાડિયામાં 6 દિવસ કામ કરવું પડશે. તેમને વર્ષમાં એકવાર પાછા આવવા માટે મળશે અને તેમને 25 રજાઆપવામાં આવશે. એપ્લિકેશનની સાથે તેઓએ તેમનો વિડિયો સબમિટ કરવાનો રહેશે અને તેની સમીક્ષા કરવામાં આવશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
