Male breast cancer symptoms: પુરુષને પણ થઇ શકે છે બ્રેસ્ટ કેન્સર, જાણો લક્ષણો અને કેસ સ્ટડી
Male breast cancer symptoms: મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરથી મોટા ભાગના લોકો અવગત હોય છે. જો તમને કોઇ કહે કે, પુરુષને પણ બ્રેસ્ટ કેન્સર થઇ શકે છે, તો તમને જાણીને નવાઇ લાગશે. અમેરિકામાં એક પુરુષને આ ઘાતર બીમારી થઇ હતી.
આ પુરુષને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું, ત્યારે સ્ટેઝ 4 માં પહોંચી ગયું હતું. શખ્સે જણાવ્યું હતું કે, મને આ વિશે કોઇ પૂર્વાનુમાન ન હતું કે, પુરુષને પણ સ્તન કેન્સર થઇ શકે છે.

તેથી જ જ્યારે ડૉક્ટરે અમને જણાવ્યું હતું, ત્યારે અમે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક નાનકડી બેદરકારી મારા માટે જીવલેણ બની છે. પુરુષોએ આ સંકેતોને ક્યારેય અવગણવા જોઈએ નહીં. કારણ કે, તે ગમે ત્યારે જીવલેણ બની શકે છે.
ફ્લોરિડાના 43 વર્ષીય જેક યારબ્રો પાંચ વર્ષ પહેલા તેના બે બાળકો સાથે પૂલમાં સ્વિમિંગ કરી રહ્યા હતા, ત્યારે તેને ડાબા સ્તનની નીપલ નીચે ગઠ્ઠો લાગ્યો હતો. તેણે વિચાર્યું કે, તેને ઈજા થઈ હશે. તેણે તેની અવગણના કરી હતી. સમગ્ર વિશ્વમાં પ્રવાસ કર્યો, પરંતુ એક વર્ષમાં આ ગઠ્ઠો ગોલ્ફ બોલ જેટલો વધી ગયો હતો. આ પછી જેક ચિંતિત થઈ ગયો હતો, જે કારણે તે હોસ્પિટલે પહોંચ્યો હતો.
જ્યારે ડૉક્ટરે મેમોગ્રામ કરાવ્યો, ત્યારે પરિણામો ડરામણા હતા. જેકને સ્તન કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. તે સ્ટેજ 4 પર પણ પહોંચી ગયું છે અને કેન્સર તેના લસિકા ગાંઠો અને ફેફસામાં ફેલાઈ ગયું છે. ડૉક્ટરોએ તરત જ રેડિયલ માસ્ટેક્ટોમી કરી અને તેના સ્તનોની આસપાસના સ્નાયુઓ અને લસિકા ગાંઠો દૂર કરી હતી. જે બાદ કીમોથેરાપીના 12 રાઉન્ડ અને 36 થી વધુ રેડિયેશન ટ્રીટમેન્ટ હતી. તે હજુ પણ આ રોગ સામે લડી રહ્યો છે અને હવે દર ત્રણ અઠવાડિયે એકવાર કીમો કરાવે છે અને ઘણી દવાઓ લે છે.
જાણકારી ન હોવી એ સૌથી અઘરી બાબત - ઈન્સાઈડર સાથે વાત કરતા જેકે કહ્યું કે, સૌથી મુશ્કેલ સમય એ હતો કે, હું બીમારીની સારવાર કરતો રહ્યો. સિગ્નલ મળ્યા પછી તેણે મહિનાઓ સુધી ડૉક્ટરને બતાવ્યું ન હતું. મારા જેવા ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે, સ્તન કેન્સર પુરુષોમાં પણ થઈ શકે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે.
અમેરિકામાં હવે આ સામાન્ય બાબત બની રહી છે. અમેરિકન કેન્સર સોસાયટીનો અંદાજ છે કે, 2023 માં આવા 2800 થી વધુ કેસ નોંધાશે. એટલું જ નહીં, સ્તન કેન્સરથી 530 પુરૂષોના મૃત્યુ થવાની આશંકા છે. જ્યારે આપણે મહિલાઓ પર નજર કરીએ તો દર વર્ષે 300,000 મહિલાઓને સ્તન કેન્સર થાય છે અને 43,000 થી વધુ મહિલા મૃત્યુ પામે છે.
સ્તન કેન્સરથી વધુ પુરુષો મૃત્યુ પામી રહ્યા છે - અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર, જો વહેલાસર નિદાન કરવામાં આવે તો, કેન્સરના 99 ટકા દર્દીઓની સારવાર કરી શકાય છે અને પાંચ વર્ષ સુધી જીવિત રાખી શકાય છે, પરંતુ એકવાર તે ફેલાઈ જાય તો બચવાની શક્યતા માત્ર 40 ટકા જ રહે છે.
ખાસ કરીને પુરુષોમાં બચવાની ક્ષમતા ઓછી હોય છે. કારણ કે, તેઓ તેને ઝડપથી ઓળખી શકતા નથી અને તેને નાની ઈજા સમજીને અવગણના કરે છે. તેથી જ સ્ત્રીઓ કરતાં પુરુષો સ્તન કેન્સરથી વધુ મૃત્યુ પામે છે. જ્યારે 86.4 ટકા બચી જાય છે, ત્યારે સ્તન કેન્સરથી પીડિત પુરુષોમાંથી માત્ર 77.6 ટકા જ જીવિત રહે છે. આમ હોવા છતાં પુરુષો માટે કોઈ સ્ક્રિનિંગ માર્ગદર્શિકા નથી.
પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરના લક્ષણો - ડૉકટર્સના જણાવ્યા મુજબ, જો તમારા સ્તનની આસપાસ કોઈપણ પ્રકારનો સોજો અથવા ગઠ્ઠો દેખાય છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. તેને ઈજા સમજીને બેદરકાર ન બનો. જો સ્તનની નીપલમાંથી કોઈપણ પ્રકારનું પ્રવાહી નીકળતું હોય, સ્તનની ત્વચા લાલ થઈ રહી હોય અથવા સ્તનની ચામડી પર બળતરા થતી હોય તો આ સ્તન કેન્સરના ગંભીર સંકેતો છે.
જે લોકોના પરિવારમાં કેન્સર થયું હોય, તેઓએ જરા પણ બેદરકાર ન રહેવું જોઈએ. ડૉક્ટરની મદદ લો અને તરત જ મેમોગ્રામ કરાવો. લીવરની બીમારીથી પીડિત પુરુષોને પણ સ્તન કેન્સરનું જોખમ રહેલું છે. તો સાવધાન રહો. આનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે, દારૂનું સેવન ઓછું કરવું. તમારું વજન નિયંત્રણમાં રાખવું અને યોગ-પ્રાણાયામ કરતા રહેવું.












Click it and Unblock the Notifications
