Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શુભ માનીને ચડાવાય છે બલિ, જાણો ઘુવડ અંગેના રસપ્રદ તથ્યો

દિવાળી આવતા જ દેશના કેટલાક વિસ્તારોમાં ઘુવડની માગ એકાએક વધી જાય છે. દિવાળીના દિવસે તાંત્રિકો તંત્ર-મંત્રના કામમાં ઘુવડનો ઉપયોગ કરે છે.

દિવાળી આવતા જ દેશના કેટલાક વિસ્તારોમાં ઘુવડની માગ એકાએક વધી જાય છે. દિવાળીના દિવસે તાંત્રિકો તંત્ર-મંત્રના કામમાં ઘુવડનો ઉપયોગ કરે છે. જો કે ભારતમાં વન્ય કાયદા અનુસાર ઘુવડનો શિકાર કરવો દંડનીય ગુનો છે. તેમ છતાંય ગેરકાયદે ઘુવડનું ખરીદ વેચાણ થાય છે.

જો તમે ધાર્મિક રીતે જોશો તો દિવાળી ધનની દેવી લક્ષ્મીનો તહેવાર છે અને ઘુવડ દેવી લક્ષ્મીની સવારી મનાઈ છે. એટલે જ દિવાળીની રાત્રે ઘુવડના દર્શનને શુભ મનાય છે. ત્યારે ચાલો જાણીએ ઘુવડ અંગેના રસપ્રદ ફેક્ટ્સ.

ઘુવડના દર્શનને મનાય છે શુભ

ઘુવડના દર્શનને મનાય છે શુભ

ઘુવડને માતા લક્ષ્મીનું વાહન મનાયું છે, પરંતુ ખૂબ ઓછા લોકો એવા હોય છે જે ઘુવડનો જોઈ શકે છે. કારણ કે ઘુવડ નિશાચર છે. શાસ્ત્રો પ્રમાણે ઘુવડને અશુભ પણ મનાયું છે. પરંતુ જો દિવાળીના દિવસે તમને ઘુવડ દેખાય તો સમજો કે માતા લક્ષ્મી સ્વયં ઘુવડ પર બેસીને તમારા ઘરે આવ્યા છે.

મુશ્કેલી આવવાનો ડર

મુશ્કેલી આવવાનો ડર

માન્યતા છે કે જો ઘુવડ કોઈ વ્યક્તિના ઘર પર બેઠું રહે તો તે ઘર ઉજડી જાય છે, અથવા તો ઘરના માલિક પર મુશ્કેલી આવવાની શક્યતા વધી જાય છે.

મનાયું છે મૃત્યુનું સૂચક

મનાયું છે મૃત્યુનું સૂચક

દક્ષિણ આફ્રિકામાં ઘુવડના અવાજને મૃત્યુ સૂચક મનાયું છે. ચીનમાં ઘુવડ દેખાય તો પાડોશીનું મૃત્યુ સૂચક મનાય છે.

થઈ શકે છે ચોરી

થઈ શકે છે ચોરી

જો કોઈના ઘરના દરવાજા સામે ઘુવડ સતત ત્રણ દિવસ સુધી રડે તો તેના ઘરમાં ચોરી થવાની શક્યતા રહે છે. અથવા કોઈના કોઈ રૂપે આર્થિક નુક્સાન જરૂર થાય છે.

જો મહેમાનની પાછળ દેખાય

જો મહેમાનની પાછળ દેખાય

જો મહેમાનની પાછળ દેખાય તો કામમાં સફળતા મળવાનો યોગ વધી જાય છે.

આ સંકેત છે અશુભ

આ સંકેત છે અશુભ

શકુન શાસ્ત્ર પ્રમાણે ઘુવડ ડાબી બાજુ બોલે કે દેખાય તો શુભ મનાયું છે. જમણી બાજુ જોવે અને બોલે તો અશુભ હોય છે.

સફેદ ઘુવડ

સફેદ ઘુવડ

ઈરાનમાં ઘુવડના સ્વરને કર્કશ કે મધુર હોવા પ્રમાણે શુભ-અશુભ મનાય છે. તુર્કીમાં ઘુવડનો અવાજ સંભળાય તો અશુભ અને સફેદ ઘુવડ દેખાય તો શુભ મનાયું છે.

રસપ્રદ વાત

રસપ્રદ વાત

આ તો થઈ ઘુવડ વિશેની શુકન અપશુકનની વાત, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘુવડની ગણતરી એક ચાલાક અને હોંશિયાર પક્ષીઓમાં થાય છે. જી હાં, આમ તો આપણે મૂરખ વ્યક્તિઓને ઉલ્લુ કહીને બોલાવીએ છીએ પરંતુ ઉલ્લુ ખુદ એક હોંશિયાર પક્ષી છે. હિંદુ ધર્મમાં ઘુવડને બુદ્ધિ અને માતા લક્ષ્મીનું વાહન મનાયું છે. એક ઘુવડ સરેરાશ 30 વર્ષ જીવે છે. જાણીએ ઘુવડ વિશેના રસપ્રદ ફેક્ટ્સ.

ઘુવડ નથી કરતું અવાજ

ઘુવડ નથી કરતું અવાજ

ઘુવડ ઉડવા દરમિયાન કોઈ અવાજ નથી કરતું, એટલે સુધી કે માઈક્રોફોન વાળા કેમેરાથી પરીક્ષણ કરવા પર પણ ઘુવડની ઉડાન દરમિયાન અવાજ નથી સંભળાતો. આ ઉપરાંત માદા ઘુવડ, નર ઘુવડની સરખામણીમાં વધુ મોટા, વજનદાર અને આક્રમક હોય છે. માદા ઘુડવનો અવાજ પણ નર કરતા બુલંદ હોય છે.

ઘુવડની નજર હોય છે તીક્ષ્ણ

ઘુવડની નજર હોય છે તીક્ષ્ણ

તમને જાણ જ હશે કે ઘુવડ કોઈ પણ વસ્તુની 3D image પણ જોઈ શકે છે. ઘુવડની આંખો ફોરવર્ડ ફેસિંગ હોય છે, જે માણસની જેમ દ્વિનેત્રી દ્રષ્ટિ આપે છે. ઘુવડની આંખો ગોળ નથી હોતી, પરંતુ તેને જોડતી નસ જે વધુ ઉંડાણ આપે છે અને વધુ અંતરથી શિકારને જોવામાં મદદ કરે છે. પરંતુ ઘુવડની નજીકની દ્રષ્ટિ સ્પષ્ટ નથી હોતી.

જો ગર્ભવતી મહિલાઓ જોઈ લે

જો ગર્ભવતી મહિલાઓ જોઈ લે

જો કોઈ ગર્ભવતી મહિલા પ્રેગનેન્સી દરમિયાન ઘુવડ જુએ તો તેને જુડવા બાળકો જન્મે છે.

ઉંદર છે ભાવતું ભોજન

ઉંદર છે ભાવતું ભોજન

ઘુવડ 1 વર્ષમાં 1 હજાર કરતા વધુ ઉંદર ખાઈ જાય છે. એટલે કેટલીકવાર ખેડૂતો ઉંદરથી છૂટકારો મેળવવા ઘુવડ પાળે છે.

આ પણ છે

આ પણ છે

ઘુવડ પોતાના મજબૂત બાળકોને પહેલા ખવડાવે છે અને નબળા બચ્ચાને પછી ખવડાવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X