આ દેશમાં મફત મળે છે અને અહીં વેચવા પર પ્રતિબંધ, જાણો કોન્ડોમ સાથે જોડાયેલા વિવિધ દેશોના નિયમો

આજે દુનિયામાં પરિવાર નિયોજન અને જાતિય રોગોથી બચવા માટેના સૌથી અસરકારક માધ્યમ તરીકે કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત જેવા બહુ વસ્તી ધરાવતા દેશોમાં સરકાર લોકોને કોન્ડોમનો ઉપયોગ કરવા સમજાવે છે ત્યારે આપણે આજે વિવિધ દેશોના કોન્ડોમ સાથે જોડાયેલા નિયમો વિશે જાણવાના છીએ.

ગયા વર્ષે ફ્રાન્સની સરકારે જાહેરાત કરી હતી કે દેશમાં 18 થી 25 વર્ષના યુવાનોને ફ્રી કોન્ડોમ આપવામાં આવશે. યુવાનો ફાર્મસીમાંથી મફત કોન્ડોમ મેળવી શકશે, જેથી અનિચ્છનીય ગર્ભાવસ્થાને અટકાવી શકાય.

condoms

આ પહેલા સરકાર ડોક્ટરોની ભલામણ પર કોન્ડોમના પૈસા આપતી હતી. સરકાર પાસેથી કોન્ડોમ ખરીદ્યા બાદ તે તેના પૈસા લોકોને પરત કરી રહી હતી. આ વર્ષની શરૂઆતમાં સરકારે 26 વર્ષ સુધીની તમામ મહિલાઓ માટે ગર્ભનિરોધક મફત બનાવ્યું છે.

આ સિવાય દુનિયામાં કેટલીક એવી જગ્યા છે જ્યાં કોન્ડોમ પર પ્રતિબંધ છે. થોડા વર્ષો પહેલા સ્વાઝીલેન્ડમાં કોન્ડોમના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો હતો. ત્યાંના પરંપરાગત લોકો માનતા હતા કે કોન્ડોમનો ઉપયોગ કરીને માણસ તેના પ્રજનન પ્રવાહીનો દુરુપયોગ કરે છે અથવા તેનો બગાડ કરે છે.

તે માને છે કે કોન્ડોમનો ઉપયોગ ભગવાનના કાયદા મુજબ ખોટો છે અને તેના કારણે તેઓએ તેના પર પ્રતિબંધ મૂકાયો છે. આ સિવાય ઘણા દેશોમાં કોન્ડોમના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં એક નિયમ અનુસાર, પાર્ટનરની સંમતિ વિના શારીરિક સંબંધ દરમિયાન કોન્ડોમ કાઢી નાખવો એ ગુનો છે. જો કોઈ તેનું પાલન ન કરે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. આવી સ્થિતિમાં શારીરિક નુકસાનનો કેસ દાખલ કરવામાં આવે છે.

આ સિવાય એવી ઘણી જગ્યા છે જ્યાં કોન્ડોમ માત્ર દવાની દુકાન અથવા ડૉક્ટર પાસેથી જ ખરીદી શકાય છે અને તેને દવાની જેમ વેચવામાં આવે છે. ઘણી જગ્યાઓ કોઈ મહિલાના ખિસ્સામાંથી કોન્ડોમ મળી આવે તો તેને વેશ્યાવૃત્તિના કેસમાં પકડવામાં આવે છે અને તેને કેસનો આધાર બનાવવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X