જાણો શું છે આફ્રિકામાં જોવા મળતી કોર્ટિંગ હટ લગ્ન પરંપરા? કેવી રીતે નિભાવાય છે આ પંરપરા?

વિવિધતાથી ભરેલી આ દુનિયામાં લગ્નને લઈને પણ અલગ-અલગ પરંપરાઓ છે. ભારત અને વિશ્વમાં લગ્નને લઈને મોટી વિવિધતા જોવા મળે છે ત્યારે આફ્રિકામાં આવી જ એક અલગ લગ્ન પરંપરા જોવા મળે છે. તે પરંપરા કોર્ટિંગ હટના નામે ઓળખાય છે.

ભારતની જેમ આફ્રિકામાં પણ લગ્ન પહેલા ઘણી પરંપરાઓ નિભાવવામાં આવે છે. આ લગ્ન પરંપરાને કોર્ટિંગ હટ લગ્ન વિધિ કહેવામાં આવે છે. જે આફ્રિકન દેશોની સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

courting hut wedding tradition

આફ્રિકામાં જોવા મળતી આ કોર્ટિંગ હટ લગ્ન પરંપરા દ્વારા આફ્રિકન દેશોના વિવિધ પ્રદેશો અને જાતિઓમાં એકતાનું પ્રતિક છે. ઘણા આફ્રિકન દેશોના જુદા જુદા સમુદાયોમાં જ્યારે કોઈ લગ્ન થવાના હોય ત્યારે યુવતીના પરિવારના સભ્યો યુવતી માટે એક ઝુંપડી બનાવે છે. તેને દુલ્હનની ઝૂંપડીના નામે ઓળખવામાં આવે છે.

આ ઝૂંપડી કપલને સાથે સમય પસાર કરવા માટે બનાવાય છે. જેથી તે એકબીજાને સારી રીતે જાણી અને સમજી શકે. ક્યારેક વરરાજાનો પરિવાર પણ આ ઝૂંપડીમાં સાથે રહેછે. આ ઝૂંપડી સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી હોય છે.

તે કપલ માટે એકાંત વાતાવરણ અને આત્મીયતાના ઉદેશ્યથી તૈયાર કરાય છે. યુવક અને યુવતી એકબીજાને પસંદ કરે છે ત્યારે આ ઝૂંપડી તેમને ભેટ તરીકે આપવામાં આવે છે. આ દર્શાવે છે કે વરે તેનું મન બનાવી લીધું છે અને તે છોકરીના પરિવારને કહે છે કે તે તેમની પુત્રી સાથે લગ્ન કરવા તૈયાર છે.

આ પછી લગ્નની તૈયારીઓ શરૂ થાય છે અને આફ્રિકન સમુદાયના રિવાજો અનુસાર લગ્ન પહેલાની વિધિઓ શરૂ કરાય છે. આને આફ્રિકન સભ્યતા અને સંસ્કૃતિની ઓળખ ગણવામાં આવે છે અને કહેવાય છે કે આનાથી લગ્નનો પાયો મજબુત થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X