જાણો શું હોય છે રિલેશનશિપમાં ગ્રીન ફ્લેગ? રિલેશનશિપ માટે કેટલા જરૂરી?
કોઈપણ વસ્તુ અતિ થાય તો તેને રેડ ફ્લેગ કહેવાય છે. આ એક ચેતવણી છે અને તે સંબંધોમાં લાગુ પડે છે. સંબંધોમાં ક્યારેક વધી રહેલી બબાલ રેડ ફ્લેગ સમાન હોય છે. જો કે રેડ ફ્લેગ વિશે તો બધા વાત કરે છે પરંતુ ગ્રીન ફ્લેગ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ પણ આટલુ જ મહત્વનું છે.
સંબંધમાં ગ્રીન ફ્લેગ એક સકારાત્મક સંકેત છે અને તે દર્શાવે છે કે તમારો આ સંબંધ આગળ વધી શકે છે. આ સંબંધમાં મજબૂતી દર્શાવે છે. જો તમે કોઈને ડેટ કરી રહ્યાં છો અથવા તમારી વચ્ચે નવો સંબંધ બની રહ્યો છે તો તમે ગ્રીન ફ્લેગની મદદથી સંબંધને હકારાત્મક દિશામાં આગળ વધારી શકો છો.

રિલેશનશિપ એક્સપર્ટ અને ડેટિંગ કોચ એરિકા સોશિયલ મીડિયા પર જણાવે છે કે, જો તમે પ્રારંભિક ડેટિંગ તબક્કામાં છો તો આ કેટલાક રેડ ફ્લેગની મદદથી એ જાણી શકો છો કે તમે જે વ્યક્તિને ડેટ કરી રહ્યા છો તે ઠીક છે કે નહીં.
આ રિલેશનશિપના ગ્રીન ફ્લેગ છે. જે તમને સંબંધને આગળ લઈ જવામાં મદદ કરશે.
- રિલેશનશિપની સામાન્ય જરૂરિયાતો પુરી થઈ હોય.
- સાથે સમય પસાર કરતી વખતે તમને તે વ્યક્તિની યોગ્યતા વિશે કોઈ શંકા ન હોય.
- તે માત્ર વાતો કરવામાં જ માનતો નથી પરંતુ હકિકતમાં કરે છે.
- કોઈપણ જરૂરિયાત અથવા આત્મીયતાને પૂર્ણ કરવા પ્રયાસ કરે છે અને તેના માટે યોજનાઓ બનાવે છે.
- તે હંમેશા તમારા પોતાની લાગણીઓને સ્પષ્ટ રાખે છે અને કોઈપણ પ્રકારના કન્ફ્યૂઝન પેદા કરતા નથી.
- તે તમને વધુ સારી રીતે જાણવા માટે તમામ પ્રકારના પ્રશ્નો પૂછે છે.
- જ્યારે તમે કંઈક બોલો છો ત્યારે તે તમને અનુભવ કરાવે છે કે તે તમને ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા છે.
સંબંધોના આ ગ્રીન ફ્લેગ કોઈપણ રિલેશનશિપને આગળ વધારવા માટેના સંકેત છે. જો તેને સમજી લેશો તો આગળ જતા આસાની રહેશે.












Click it and Unblock the Notifications
