જાણો શું છે વીકએન્ડ મેરેજ ટ્રેન્ડ, જાણો યુવાઓમાં કેમ પોપ્યુલર થઈ રહ્યો છે?
લગ્નને જન્મોજનમનો સાથ માનવામા આવે છે. કહેવાય છે કે લગ્ન બાદ બન્ને પાર્ટનરના શરીર અલગ હોય પરંતુ મન એક હોય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે હવે જે મેરેજ ટ્રેન્ડ શરૂ થયો છે તેમાં એવુ નથી. હવે એવા લગ્ન શરૂ થયા છે જેમાં વીકેન્ડમાં જ કપલ સાથે રહે છે.
જાપાનમાં લગ્નનો એક અનોખો ટ્રેન્ડ શરૂ થયો છે. આ લગ્નમાં કપલ માત્ર વીકએન્ડ પુરતા જ લગ્ન કરે છે. આવા લગ્નોમાં માત્ર શનિવાર અને રવિવારે જ બન્ને પાર્ટનર કપલ તરીકે રહે છે અને ત્યારબાદ બન્ને પાર્ટનર આઝાદ હોય છે. આ ટ્રેન્ડ જાપાનમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.

વીકએન્ડ મેરેજ એવા લગ્ન છે જે વીકએન્ડમાં જ માન્ય ગણાય છે. આ લગ્નમાં કપલ સપ્તાહના અંતે એકબીજા સાથે રહે છે અને બાકીના દિવસો તેઓ એકબીજાથી અલગ રહે છે.
લોકો માને છે કે લગ્ન કર્યા પછી તેમને પર્સનલ સ્પેસ નથી મળતી. આમાંથી જ વીકેન્ડ મેરેજનો ટ્રેન્ડ શરૂ થયો. જેના કારણે બંને પાર્ટનર ખુશ રહે અને પાર્ટનરમાં પ્રેમ પણ વધે. વીકેન્ડ મેરેજ એ લોકો માટે ખૂબ જ સારો વિકલ્પ છે જેમની જોબ પ્રોફાઇલ એકબીજાથી અલગ છે. કામકાજના કલાકો પણ એકબીજા સાથે સરખા નથી અને નોકરીનું સ્થાન પણ એકબીજાથી દૂર છે અથવા બીજા શહેરમાં છે. આવા કપલ્સ વીકએન્ડમાં ક્વોલિટી ટાઈમ વિતાવી શકે છે.
જાપાનના લોકોનું માનવું છે કે આ લગ્ન કરીને તે તેની કારકિર્દી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને સપ્તાહના અંતે પરિવાર સાથે સમય વિતાવીને આખા સપ્તાહનો તણાવ ઓછો કરે છે. તેનાથી મહિલાઓને વધુ ફાયદો થાય છે. મહિલાઓ પોતાના માટે સમય કાઢી શકે છે. તે ઘરના ટેન્શનને ટાળીને પતિની સંભાળ રાખીને પોતાને સમય આપી શકે છે.
ઘણા લોકો એવું પણ માને છે કે લાંબા સમય સુધી દૂર રહો અને અઠવાડિયામાં એકવાર સાથે આવો ત્યારે તમારી પાસે એકબીજાને કહેવા માટે ઘણું બધું હોય છે. સારી અને ખરાબ બંને વસ્તુઓ શેર કરવા માટે પણ ઘણુ બધુ હોય છે. આ રીતે એકબીજાની નિકટતાનો અનુભવ થાય છે.












Click it and Unblock the Notifications
