જાણો શું હોય છે અનકન્ડીશનલ લવ? રિલેશનશીપમાં આ અહેસાસ કેટલો મહત્વનો?

પ્રેમને લઈને દુનિયામાં લોકોના પોતપોતાના વિચારો છે. પ્રેમ કરવાની ઘણી રીતો છે. તમે ફિલ્મોમાં પણ જોયુ હશે કે લોકો પ્રેમ માટે પોતાને કુરબાન કરી દેતા હોય છે. આવી જ એક રીત અનકન્ડીનલ લવ છે.

અનકન્ડીશનલ લવ માત્ર કોઈ પ્રત્યેનો તમારો લગાવ માત્ર નથી. આમાં એકદમ શુદ્ધ પ્રેમની લાગણી હોય છે. પ્રેમમાં તમે ફક્ત તમારી સામેની વ્યક્તિને આપવા માંગો છો. એમાં મેળવવાની ભાવના હોતી નથી. અનકન્ડિશનલ પ્રેમ પણ કંઈક આવો જ છે.

love

અનકન્ડીશનલ પ્રેમમાં તમે સામેની વ્યક્તિને દિલથી પ્રેમ આપો છો. આ પ્રેમ તમારા દિલમાં રહેલી ભાવનાઓમાંથી બહાર આવે છે. અનકન્ડીશનલ લવ તમારા મગજના અમુક ભાગો પર સારી અસર કરે છે. આ એવો પ્રેમ છે જેમાં કોઈ પણ ફરિયાદ નથી હોતી. અનકન્ડીશનલ લવ ક્યારેય અસ્થાયી નથી.

અનકન્ડીશનલ પ્રેમમાં સામેની વ્યક્તિને તમારાથી સુરક્ષિત ફિલ થાય છે. સામેની વ્યક્તિ સમજે છે કે તમે તેને ખૂબ જ પ્રેમ કરો છો અને તમે કોઈપણ શરત વગર તેની કાળજી રાખો છો. આ વિચાર માત્ર શારીરિક જ નહીં માનસિક પણ છે. તમે એ વ્યક્તિને માનસિક રીતે પણ સુરક્ષિત રાખવા માંગો છો. તમે ઈચ્છો છો કે તમારો પાર્ટનર હંમેશા ખુશ રહે.

આ પ્રકારની રિલેશનશીપમાં બે લોકો વચ્ચેનો સંબંધ એવા તબક્કે પહોંચે છે જ્યાં એકબીજાની ભૂલો, નારાજગી અને નિંદાથી કોઈ ફરક પડતો નથી. તમે બન્ને એકબીજાને એવા જ સ્વીકારો છો જેવા તે છે. આમાં ભુલનુ કોઈ મહત્વ નથી અને જતું કરવાની ભાવના હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X