જાણીને નવાઈ લાગશે કે ભારતીય સબ્જીની શાન બટાટા ભારતીય નથી, જાણો ક્યાંથી અને કેવી રીતે ભારત આવ્યા?
કહેવાય છે કે ભારતીય થાળી બટાટાની સબ્જી વગર અધુરી છે. કોઈપણ પ્રસંગ કે પછી ઘરે બનતી સબ્જીમાં બટાટાનું અનોખુ સ્થાન છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ બટાટા મુળ ભારતીય વાનગી નથી, બટાટા વિદેશથી ભારત પહોંચ્યા છે.
ઇતિહાસકારોનું માનીએ તો 16મીં સદી સુધી દુનિયા બટાટાથી અજાણ હતી. આ સમય સુધી બટાટા માત્ર પેરૂમાં જ જોવા મળતા હતા. ત્યારબાદ ક્રિસ્ટોફર કોલંબસ તેના વિશ્વમાં પ્રવાસ દરમિયાન બટાટાને દરિયાઈ માર્ગે વિશ્વના તમામ ખંડોમાં લઈ ગયો.

જો કે ભારતમાં બટાટાની એન્ટ્રી ક્રિસ્ટોફર કોલંબસને કારણે નહીં પરંતુ પોર્ટુગીઝ અને ડચ વેપારીઓ સાથે ભારત થઈ. સૌપ્રથમ મલબાર દરિયાકિનારે આવ્યા અને પછી બંગાળથી ઉત્તર ભારતમાં ફેલાયા.
જાણીને નવાઈ લાગશે કે બટાટા પૃથ્વી પર ઉગાડવામાં આવતો પ્રથમ પાક છે જેને પૃથ્વી બહાર પણ ઉગાડવામાં આવ્યો છે. વર્ષ 1995 માં ચીન અને નાસાના સંયુક્ત અભિયાનમાં બટાટાને પૃથ્વીની બહાર અવકાશમાં મોકલવામાં આવ્યા અને અહીં પ્રથમ વખત ઉગાડવામાં આવ્યા.
અહેવાલો અનુસાર, 18મી સદી આસપાસ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ભારતમાં બટાકાની અછત વર્તાતા તેને યુરોપમાંથી આયાત કરવાને બદલે ભારતમાં જ ઉગાડવાની શરૂઆત કરી. ઈસ્ટ ઈન્ડિયાએ ખેડૂતોને બટાકાના છોડને સસ્તા ભાવે મોટા પ્રમાણમાં વેચ્યા અને પછી ધીમે ધીમે બટાટા દરેક ખેતરમાં ઉગાડવાના શરૂ થયા.












Click it and Unblock the Notifications
