• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રહસ્યમયી રૂપે લોનાર તળાવનું પાણી લાલ થઇ ગયું, વૈજ્ઞાનિકો પણ આશ્ચર્ય ચકિત

|

મુંબઈઃ લૉકડાઉનમાં માનવ ગતિવિધિઓ ઠપ્પ થવાના કારણે પાછલા દિવસોમાં આપણે કેટલાય પ્રાકૃતિક નજારા જોયા છે. પ્રદૂષણ ઘટવાના કારણે નદીઓ સ્વચ્છ થઈ ગઈ છે, હવા પણ શ્વાસ લેવા યોગ્ય બની ગઈ છે. ત્યારે મહારાષ્ટ્રમાં આશ્ચર્યમા નાખી દે તેવો રહસ્યમય નજારો જોવા મળી રહ્યો છે, જો કે આને લૉકડાઉન કે અનલૉક જોડે કાંઈ લેવા દેવા નથી. આ આશ્ચર્યચકિત કરી દેતો રહસ્યમય નજારો મહારાષ્ટ્રના બુલઢાનામાં પ્રસિદ્ધ લોનાર તળાવમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ લોનાર સરોવરના પાણીનો રંગ રહસ્યમય રીતે લાલ થઈ ગયો છે.

અચાનક સરોવરનું પાણી લાલ થઇ ગયું

અચાનક સરોવરનું પાણી લાલ થઇ ગયું

મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લાના આ પ્રસિદ્ધ સરોવરના પાણીનો રંગ અચાનક લાલ થઈ જતાં આ જોઇ વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા છે, દૂર દૂરથી લોકો આ સરોવરનું પાણી જોવા માટે આવી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ પહેલીવાર આવા બદલાવ જોયા છે. લોનાર સરોવરના પાણીનો રંગ લાલ થયા બાદ મોટી સંખ્યામાં લોકો સરોવર જોવા આવી રહ્યા છે. કેટલાક લોકો તો આને ચમત્કાર માની રહ્યા છે તો આના રંગ બદલવાને લઇ અફવાઓ પણ ફેલાવવા લાગી છે.

તપાસ માટે સેમ્પલ મોકલ્યાં

તપાસ માટે સેમ્પલ મોકલ્યાં

સરોવરનું પાણીનો રંગ લાલ થવાનું રહસ્યમય દ્રશ્ય પાછલા 2-3 દિવસથી જોવા મળી રહ્યું છે. જિલ્લા અધિકારીએ જણાવ્યું કે લોનાર સરોવરનું પાણી લાલ રંગમાં બદલાઇ ગયું છે તેની જાણકારી વન વિભાગને આપી દેવામા આવી છે, તેઓ પાણીના સેમ્પલને લઇ તપાસ કરી રંગ બદલવા પાછળના કારણનો પતો લગાવી રહ્યા છે.

વૈજ્ઞાનિકો આ કારણ માની રહ્યા છે

વૈજ્ઞાનિકો આ કારણ માની રહ્યા છે

સરોવરના પાણીનો રંગ અચાનક લાલ થઇ જવા પર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લોનાર સરોવરમાં હૈલોબેક્ટેરિયા અને ડ્યૂનોનિલા સલીના નામના ફંગસ હોવાના કારણે પાણીનો રંગ લાલ થઈ ગયો છે. નિસર્ગ તોફાનને કારણે વરસાદ થયો જેને કારણે હૈલોબેક્ટેરિયા અને ડ્યૂનોનિલા સલીના ફંગસ સરોવરના તળિયે બેસી ગયાં અને પાણીનો રંગ લાલ થઈ ગયો. જો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લોનાર સરોવરનું પાણી લાલ થવા પાછળ અન્ય કારણો પણ હોય શકે છે. જેની હાલ તપાસ કરવમાં આવી રહી છે.

બહુ રહસ્યમય છે આ સરોપર, નાસા પણ રિસર્ચ કરી રહ્યું છે

બહુ રહસ્યમય છે આ સરોપર, નાસા પણ રિસર્ચ કરી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે જે સરોવરના પાણીનો રંગ લાલ થઈ ગયો છે તે લોનાર સરોવર બહુ રહસ્યમય છે. નાસાથી લઇ દુનિયાની મોટાભાગની એજન્સીઓ વર્ષોથી આ સરોવરના રહસ્યોને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. નાસાના વૈજ્ઞાનિકોએ થોડા વર્ષો પહેલા આ સરોવરને બેસાલ્ટિક પહાડોથી બનેલું સરોવર ગણાવ્યું હતું. નાસાના વૈજ્ઞાનિકોએ એણ પણ જણાવ્યું હતું કે આવા પ્રકારના તળાવો મંગળ ગ્રહની સપાટી પર જોવા મળે છે, કેમ કે અહીંના પાણીના રાસાયણીક ગુણ પણ ત્યાંના સરાવરોના રાસાયણિક ગુણોને મળી આવે છે.

ઉલ્કા પિંડ પૃથ્વી પર ટકરાયા બાદ આ સરોવર બન્યું

ઉલ્કા પિંડ પૃથ્વી પર ટકરાયા બાદ આ સરોવર બન્યું

આ સરોવરનો આકાર બિલકુલ ગોળ છે. લોનાર સરોવર એવરેજ 1.2 કમીમાં ફેલાયેલું છે અને આ ક્રેટર રિમથી લગભગ 137 મીટર નીચે છે. જણાવવામા આવે છે કે 52000 વર્ષ પહેલા આ સરોવર અસ્તીત્વમાં આવ્યું હતું. જ્યારે પૃથ્વી પર બે મિલિયન ટન વનજવાળો ઉલ્કા 90,000 કિમી પ્રતિ કલાકની ગતિએથી ટકરાયો હતો ત્યારે આ સરોવર બન્યું હતું. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઉલ્કા પિંડ પૃથ્વી સાથે ટકરાયો હોવાના કારણે આ સરોવર બન્યું હતું, પરંતુ ઉલ્કા પિંડ ક્યાં ગાયબ થઈગયો તે વિશે કોઈપણ સાબિતી નથી. 70ના દશકામાં કેટલાક વૈજ્ઞાનિકોએ લોનાર સરોવર અસ્તિત્વમા આવ્યું હોવાને લઇ કહ્યું હતું કે સરોવર જ્વાળામુખીના મુખના કારણે બનેલું હશે. પરંતુ બાદમાં આ સાચું સાબિત ના થઈ શક્યું કેમ કે વૈજ્ઞાનિકોએ તથ્ય આપ્યું હતું કે જો આ સરોવર જ્વાળામુખીથી બન્યું હોત તો 150 મીટર ઉંડું ના હોત.

લોનાર સરોવરનો ઉલ્લેખ પૌરાણિક ગ્રંથોમાં પણ

લોનાર સરોવરનો ઉલ્લેખ પૌરાણિક ગ્રંથોમાં પણ

આ સરોવરને લઈ કેટલાય પૌરાણિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ મળી આવે છે. જાણકારો મુજબ સરોવરનો ઉલ્લેખ ઋગ્વેદ અને સ્કંદ પુરાણમાં પણ મળે છે. આ ઉપરાંત પદ્મ પુરાણ અને આઈન-એ-અકબીરમાં પણ આનું વર્ણન છે. લનાર સરોવરની એક ખાસ વાત એ પણ છેકે અહીં કેટલાય પ્રાચીન મંદિરોના અવેશેષ પણ છે. જેમાં દૈત્યાસુદન મંદિર પણ સામેલ છે. જે ભગવાન વિષ્ણુ, દુર્ગા, સૂર્ય અને નરસિમ્હાને સમર્પિત છે. જેની બનાવત ખજુરાહોના મંદરો જેવી છે.

આ સરોવર સાથે જોડાયેલી રોચક વાતો

આ સરોવર સાથે જોડાયેલી રોચક વાતો

લોનાર સરોવર પર વૈજ્ઞાનિકોએ સંશોધને બાદ જણાવ્યું કે આ સરોવર લગભગ 5 લાખ 70 હજાર વર્ષ જૂનું છે. એટલે કે આ સરોવર રામાયણ અને મહાભારત કાળમાં પણ અસ્તિત્વમા હતું. લોનાર સરોવરનું પાણી ખારું છે. આ સરોવરના આસપાસના ગ્રામીણો જણાવે છે કે 2006મા આ સરોવર સુકાઇ ગયું હતું ત્યારે આખા સરોવરમાં મીઠું જોવા મળતું હતું. સાથે જ અન્ય ખનીજના ટુકડા પણ જોવા મળ્યા હતા. પરંતુ થોડા સમય બાદ અહીં વરસાદ થયો અને સરોવર પાછું ભરાઇ ગયું.

કોરોનાના સંક્રમણના મામલે ઈરાનને પાછળ છોડી ભારત ચોથા નંબરે

English summary
lonar lake's water mystically turned red, know the myth about lake
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more