વેલેન્ટાઇન ડે પર અનોખી રીતે પ્રપોઝ કરવા જતાં થઇ ધરપકડ

Written By:
Subscribe to Oneindia News

વેલેન્ટાઇન ડે ને ખાસ બનાવવા માટે આજકાલના યુવક-યુવતીઓ ઘણીવાર હદ વટાવી જતા હોય છે. પોતાની ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે આશિક જાત-જાતની ભેટ અને ફુલો મોકલી તેને રિઝવવાની કોશિશ કરતા હોય છે. પરંતુ ક્યારેક કંઇ અલગ કરવાના ચક્કરમાં તેઓ મુસીબતમાં પણ પડી જાય છે. મુંબઇ ના એક આશિક સાથે વેલેન્ટાઇન ડેના દિવસે આવું જ કંઇ થયું હતું.

valentine day

વાત એમ બની કે, મુંબઇમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાને સરપ્રાઇઝ આપવા માટે પોતાની કાર રૂ.2000ની નોટોથી સજાવી દીધી. આ કાર તે પોતાની પ્રેમિકાને ગિફ્ટ કરવા માંગતો હતો, પરંતુ જ્યારે તે આ કાર લઇ મુંબઇના રસ્તા પર નીકળ્યો ત્યારે લોકોની સાથે પોલીસ પણ કારની સજાવટ જોઇને દંગ રહી ગઇ હતી.

અહીં વાંચો - અમેરિકામાં 2 મોઢાવાળું વાછરડું પેદા થયું, નામ રાખ્યું લકી

અમર ઉજાલાના અહેવાલ અનુસાર, આશિક પોતાની પ્રેમિકાને વેલેન્ટાઇન ડે પર કંઇક અલગ રીતે પ્રપોઝ કરવા માંગતો હતો અને આથી જ તેણે આખી કાર રૂ.2000ની ગુલાબી નોટોથી સજાવી દીધી હતી. ગાડી લઇને જેવો તે રસ્તા પર નીકળ્યો કે તરત જ પોલીસે કાર્યવાહી કરતાં ગાડી સાથે તેની ધરપકડ કરી હતી. વેલેન્ટાઇન ડે ઉજવવાની જગ્યાએ એ યુવકે જેલની હવા ખાવાનો વારો આવ્યો. જો કે, પોલીસ તરફથી આ યુવકનું નામ જાહેર કરવામાં નથી આવ્યું.

English summary
Lover Decorates Car With Rs 2000 Notes For his Girlfriend On Valentines Day, Gets Arrested.
Please Wait while comments are loading...