PM કિસાન નિધિ યોજનામાં મોટા ફેરફાર, સમયસર જાણી લો નહીં તો નુકસાન થઈ જશે!
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને તેમના ખાતામાં સીધા રૂપિયા આપવામાં આવે છે. ભારત સરકાર આ યોજનામાં સમયે સમયે ફેરફાર કરતી રહે છે. હવે નવા નિયમો લાગુ કરાયા છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને તેમના ખાતામાં સીધા રૂપિયા આપવામાં આવે છે. ભારત સરકાર આ યોજનામાં સમયે સમયે ફેરફાર કરતી રહે છે. હવે નવા નિયમો લાગુ કરાયા છે. આ નિયમોથી 12 કરોડ ખેડૂતો પ્રભાવિત થયા છે.

PM કિસાન નિધિ યોજના
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 13મોં હપ્તો જમા થાય તે પહેલા આ ફેરફાર કરાયા છે. આ ફેરફાર તમારે પણ જાણી લેવા જરૂરી છે.

પીએમ કિસાન યોજનામાં ફેરફાર કરાયા
કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનામાં ફેરફાર કરતા હવે સ્ટેટસ જોવા માટે આધાર નંબર સાથે મોબાઈલ નંબર ફરજીયાત કર્યો છે. હવે આધાર નંબર સાથે કિસાન પોર્ટલ પર જઈને સ્ટેટસ ચેક કરી શકાશે નહી. આ માટે તમારે તમારો લિંક મોબાઈલ નંબર ફરજીયાત આપવો પડશે.

આ રીતે સ્ટેટસ ચેક કરો
પહેલા નિયમ હતો કે ખેડૂતો પોતાનો આધાર અથવા મોબાઈલ નંબર નાખીને સ્ટેટસ ચેક કરી શકતા હતા. આ પછી આ નિયમ બદલાયો કે ખેડૂતો મોબાઈલ નંબરથી નહીં પરંતુ આધાર નંબરથી સ્ટેટસ જોઈ શકે. હવે નવા નિયમ હેઠળ ખેડૂતો આધાર નંબરથી નહીં પરંતુ માત્ર મોબાઈલ નંબરથી સ્ટેટસ જોઈ શકશે.

ખેડૂતોને વર્ષે 6 હજારની સહાય મળે છે
કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતોના ખાતામાં 2,000ના ત્રણ હપ્તા જમા કરવામાં આવે છે. આ નાણાં સરકાર દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધી સરકારે 12 હપ્તા ટ્રાન્સફર કર્યા છે.

10 કરોડ ખેડૂતોને લાભ મળી રહ્યો છે
કૃષિ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, પીએમ કિસાન યોજના હેઠળ જાહેર કરાયેલા લાભાર્થીઓની સંખ્યા હવે 10 કરોડ ખેડૂતોને પાર કરી ગઈ છે. શરૂઆતમાં આ સંખ્યા 3.16 કરોડ હતી.












Click it and Unblock the Notifications
