વીડિયો: ગર્લફ્રેન્ડ સાથે થયું બ્રેકઅપ, ફેસબૂક પર લાઈવ આવી મારી ગોળી

Posted By:
Subscribe to Oneindia News

પ્રેમ લોકો કેટલી હદ સુધી પાગલ બની જાય છે તેનું એક તાજું ઉદાહરણ હાલમાં જ જોવા મળ્યું. પ્રેમમાં લોકો સમજી વિચાર્યા વગર ઘણા ખોટા પગલાં ભરી લેતા હોય છે. એવો જ એક તુર્કીનો મામલો હાલમાં જ સામે આવ્યો છે. જ્યાં ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થવાથી છોકરાએ પોતાને ગોળી મારી દીધી.

પ્રેમમાં નિષ્ફળ થવાથી 22 વર્ષના કેરને ફેસબૂક પર લાઈવ આવીને પોતાને ગોળી મારી દીધી. ફેસબૂકમાં આ વીડિયોમાં કેરને પોતાના મૌતનું કારણ જણાવ્યું. તેને કહ્યું કે તેની ગર્લફ્રેન્ડએ તેની સાથે બ્રેકઅપ કરી લીધું છે. એટલા માટે તેઓ પોતાની જાતને ગોળી મારવા જઈ રહ્યા છે.

video

કેરને કેમેરાની સામે પોતાની છાતી પાસે બંદૂક લગાવી. પરંતુ બંદૂક લોક હોવાના કારણે તે બચી જાય છે. ત્યારપછી તે ફરી એકવાર કેમેરો સેટ કરે છે અને કહે છે કે જયારે તે પોતાને ગોળી મારી લેશે ત્યારે લોકો તેનો વિશ્વાસ કરશે. ત્યારપછી ગોળીનો અવાઝ આવે છે અને ફૂટેઝ બ્લેક થઇ જાય છે.

ડેલી મેલની રિપોર્ટ અનુસાર ગોળી લાગ્યા પછી તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ વીડિયો ફૂટેઝને 4000 લોકોએ શેર કરી. જયારે 12000 કરતા પણ વધારે લોકોએ તેના પર કમેન્ટ કરી તેને આમ ના કરવા જણાવ્યું.

English summary
In the shocking footage Erdogan Ceren, from Turkey, holds a shotgun to his chest while addressing the camera and, after one failed attempt, ends his life.
Please Wait while comments are loading...