પત્નીને આપ્યો દગો, માફી માંગવા માટે માફીનામાનું જ બનાવ્યું ટેટૂ

અમેરિકામાં રહેતા એક વ્યક્તિએ પોતાની પત્નીને મનાવવા માટે એવો માર્ગ અપનાવ્યો છે કે સોશિયલ મીડિયા પર દરેક બાજુ તેની જ વાત થઇ રહી છે.

અમેરિકામાં રહેતા એક વ્યક્તિએ પોતાની પત્નીને મનાવવા માટે એવો માર્ગ અપનાવ્યો છે કે સોશિયલ મીડિયા પર દરેક બાજુ તેની જ વાત થઇ રહી છે. આ વ્યક્તિએ તેની પત્ની સાથે દગો કર્યો અને પછી તેણીની પાસે માફી માંગવા માટે માફીનામાનું જ ટેટૂ બનાવી દીધું. આ માણસે તેની પત્ની પાસે માફી માંગવા માટે બનાવેલા તેના ટેટૂની એક ફોટો શેર કરી છે. ડેઇલી મેઇલની ખબર અનુસાર આ વ્યક્તિની કેટલાક લોકો પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક લોકો સ્પેલિંગ ખોટી લખવા પર તેનો મજાક પણ ઉડાવી રહ્યા છે. આ વ્યક્તિ અમેરિકી રાજ્ય હ્યુસ્ટનના ટેક્સાસનો રહેવાસી છે.

omg

'હું જોસ છું અને હું એક દગાખોર'

ટેટૂ પડાવનાર જોસ ટેરેસ નામના આ વ્યક્તિએ તેની પત્નીને દગો આપ્યો હતો, જેના પછી તેને માફી મંગાવાનો પ્રયત્ન કર્યો. લાખ પ્રયત્નો કર્યા પછી પણ પત્નીએ ટેરેસ સાથે વાત કરી ન હતી. આ પછી માફી માંગવા માટે ટેરેસએ માફીનામાને શરીર પર ટેટૂ તરીકે પડાવી લીધું. ટેરેસએ પોતાની પત્નીને સોરી કહ્યું છે અને જે ટેટૂ પડાવ્યું છે તેમાં લખ્યું છે કે,' હું જોસ ટેરેસ 2 જાન્યુઆરી 2019 એ આ ટેટૂ પોતાની ઈચ્છાથી પડાવી રહ્યો છું. હું મારી પત્નીને મારા જીવનમાં પાછી મેળવવા માંગુ છું અને આ માટે જ હું આ ટેટૂ પડાવી રહ્યો છુ, કારણ કે તેને મારા લીધે ઘણું દુઃખ અને પીડા સહન કરવી પડી છે. હું આ તેને થયેલું દુઃખ અને પીડા ના બદલે કરી રહ્યો છુ.'

આ પણ વાંચો: અહીં સેનિટરી પેડ ઉકાળીને પી રહ્યા છે લોકો, કારણ જાણીને ચોંકી જશો

લોકોએ ખોટી સ્પેલિંગને લઈને મજાક ઉડાવ્યો

જોસે ટેટૂમાં આગળ લખાવ્યું હતું કે 'હું જુઠ્ઠો છું, હું દગાખોર છું, હું મૂર્ખ છું, હું એક ચાલબાજ છું.' હું સેક્સ વર્કરો પાસે જાઉં છું, હું બેમાન અને માનનીય નથી. 'ટેટૂને જ્યારથી ટેરેસએ શેર કર્યું છે ત્યારથી લોકો અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈ ટેરેસની પત્ની તેને છૂટાછેડા આપવા માટે કહી રહ્યું છે, અને કોઈ તેને માફ કરવા માટેનું કહી રહ્યું છે. કેટલાક લોકોએ આ ટેટૂમાં ગ્રામરની ભૂલો અને ખોટી જોડણી પણ પકડી લીધી છે. તથા કેટલાક લોકોએ એવું પણ કહી દીધું કે આ કોઈ પણ સ્ત્રી અથવા છોકરીના હૃદયને જીતવાની ખૂબ જ જોખમી રીત છે. સાથે કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે જ્યારે કોઈ પણ આ રીતે ટેટૂ બનાવે છે, પછી જયારે સિંગલ થાય છે ત્યારે તે ઘણી પીડા આપે છે.

આ પણ વાંચો: પોતાના ગંદા અને વાસ મારતા મોજા વેચીને આ મહિલા લાખો કમાય છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X