મળો દુનિયાની સૌથી ખૂબસૂરત ટ્રેન ડ્રાઈવરને, સુંદરતા સામે મોડેલ પણ ફિક્કી પડે
સામાન્ય રીતે તમે પુરૂષોને જ ટ્રેન કે મેટ્રો ચલાવતા જોયા હશે. હવે સમય બદલાઈ રહ્યો છે અને મહિલાઓ પુરૂષો સાથે ખંભા મિલાવીને આગળ વધી રહી છે. આજે આપણે આવી જ એક મહિલા વિશે વાત કરવાના છીએ.
આપણે જે મહિલા વિશે વાત કરવાના છીએ તે કદાચ દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલા ટ્રેન ડ્રાઈવર છે અને ખૂબસૂરતીમાં મોડેલને પણ ફિક્કી પાડે છે.

કેથરીન મુનેરા નામની આ ખૂબસૂકત મહિલા મેડેલિન મેટ્રોમાં લોકો પાઈલટ તરીકે કામ કરે છે. આ કોલંબિયાની સૌથી ઝડપી ટ્રેન મનાય છે. કેથરીન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેને દુનિયાની સૌથી ખૂબસૂરત ટ્રેન ડ્રાઈવર ગણાવી રહ્યા છે.
ડેઈલી સ્ટારના એક અહેવાલ અનુસાર, કેથરીન મુનેરાને તેના કામથી ખાસ લગાવ છે અને પુરૂષોના પ્રભુત્વ વાળી આ ઈન્ડસ્ટ્રીમાં પણ સફળતાપુર્વક કામ કરી રહી છે.
કેથરીન મુનેરા તેની ખૂબસૂરતીને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ટિકટોક પર તેના લાખથી વધુ વધુ ફોલોઅર્સ છે અને ઈન્સ્ટાગ્રામ પર પણ મોટી ફેન ફોલોઈંગ છે.
લોકોને સોશિયલ મીડિયા પર તેના સુંદર ફોટા પસંદ આવે છે. જો કે કેથરિન કહે છે કે તેને મોડલિંગ કરતાં તેના કરિયરથી વધુ લગાવ છે.
કેથરીન જણાવે છે કે, તે જે દેશોમાં પહેલા કામ કરતી હતી ત્યાં આ ઈન્ડસ્ટ્રીમાં પુરુષોની સંખ્યા વધુ હતી. જ્યારે તે એક્વાડોર ટ્રેનિંગ માટે ગઈ ત્યારે તેની મુલાકાત મહિલા ડ્રાઈવર સાથે થઈ.
કેથરીનની ખૂસસૂરતી સાથે સાથે તેની કરિયર પસંદગીના પણ ખુબ વખાણ થાય છે. કેટલાક લોકો તેની સરખામણી તેમની દીકરીઓ સાથે કરે છે તો કેટલાક કહે છે કે હવે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આવી રહી છે.












Click it and Unblock the Notifications
