આ મહિલાના વાળ પર ફિદા છે દુનિયાભરના પુરૂષો, જાણો એવુ તો શું ખાસ છે?
આ દુનિયામાં ઘણા લોકો પાસે એવી નાયાબ ખુબીઓ હોય છે જે તેને અન્ય લોકો કરતા અલગ બનાવે છે. આ ખુબીઓને કારણે તે દુનિયાભરમાં ફેમસ હોય છે. આ દિવસોમાં આવી જ એક મહિલા છે, જે તેના વાળને કારણે જાણીતી છે. આ મહિલાના વાળની કરોડોમાં છે.
22 વર્ષની જાસ્મિન તેના વાળ માટે જાણીતી છે. કહેવાય છે તેના વાળની ખૂબસૂરતીથી કોઈપણ પ્રેમમાં પડી જાય. ઘાટ્ટા ચમકદાર અને લાલ રંગના જાસ્મિનના વાળ તેના ઘૂંટણ સુધી આવે છે અને તેની કુલ લંબાઈ 4 ફૂટ 7 ઇંચ છે.

એક અહેવાલ અનુસાર, જાસ્મિનનો દાવો છે કે તેને 100 પુરૂષો તરફથી પ્રપોઝલ મળ્યુ છે. આ તમામ પુરૂષોએ તેને તેના કાપેલા વાળ માંગ્યા છે. આ પુરૂષોએ તેને વાળને બદલે મોટી રકમની માંગ કરી છે. એક વ્યક્તિએ તેને વાળ કપાવવા માટે 250,000 પાઉન્ડ એટલે કે 2 કરોડ 60 લાખ રૂપિયા સુધીની ઓફર કરી હતી.
જો કે જાસ્મિને તેના વાળ અતિપ્રિય છે અને તે 2.5 કરોડ માટે પણ પોતાના વાળ કાપવા તૈયાર નથી. જાસ્મિન કહે છે કે, તેના વાળ અમૂલ્ય છે અને તે કોઈપણ કિંમતે કાપશે નહીં. બ્રિસ્ટોલમાં રહેતી જાસ્મિન કહે છે કે તેને ખ્યાલ નહોતો કે તેના સુંદર વાળ પર અમીર લોકોની નજર છે.
જાસ્મિનનું ઈન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટ છે અને અહીં તેના મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. તેને એક વ્યક્તિએ વીડિયોના બદલામાં 3 લાખ રૂપિયાની ઓફર કરી હતી. અન્ય એક વ્યક્તિએ તો તેના વાળ કાપીને મોકલવાની વિનંતી કરી.
જાસ્મિન પહેલા ઓફિસમાં જોબ કરતી હતી પરંતુ તેને તે કંટાળાજનક લાગતી હતી. તેને વીડિયો બનાવવાનો શોખ છે અને લાર્સ હેરકેર નામની પોતાની કંપની પણ ચલાવે છે.
જાસ્મિન હજુ પણ તેના વાળને વધારવા માંગે છે અને જમીન સુધી લાંબા કરવાની ઈચ્છા રાખે છે. આ કોઈ સરળ કામ નથી. તેના વાળનું રહસ્ય જણાવતાં જાસ્મિન કહે છે કે તે તેના વાળમાં નાળિયેરનું તેલ લગાવે છે અને તેની ઉપરની ચામડી પર રોઝમેરી સ્કેલ્પ ટ્રીટમેન્ટ લે છે. તે તેના વાળમાં શેમ્પૂ અને કન્ડિશનર લગાવે છે અને તેના પર થોડું તેલ રાખવાનો પ્રયાસ કરે છે. વાળને ગરમ કરતી નથી અને સૂવા માટે સિલ્કના ઓશીકાનો જ ઉપયોગ કરે છે.












Click it and Unblock the Notifications
