For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કપડા ગમતા નહોતા એટલે 1.5 કરોડ ખર્ચીને આખી બૉડી પર બનાવ્યા ટેટૂ, હવે એ જ Tattoos બન્યા મુસીબત

ઑસ્ટ્રેલિયામાં રહેતી એમ્બર લ્યુકને પણ તેનો શોખ ભારે પડ્યો અને આજે તે પોતાનો શોખ પૂરો કરવાના ચક્કરમાં મુશ્કેલીઓથી ઘેરાયેલી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુનિયા અતરંગી લોકોથી ભરેલી છે. કેટલાક લોકોને પોતાના શોખ વિચિત્ર બનાવી દે છે તો કેટલાક પોતાના શોખ પાછળ દોડીને પોતાને બરબાદ કરી દે છે. જે રીતે ટેટૂનો ક્રેઝ વધી રહ્યો છે તે નવી મુશ્કેલીઓને આમંત્રણ આપવા માટે પૂરતો છે. ઑસ્ટ્રેલિયામાં રહેતી એમ્બર લ્યુકને પણ તેનો શોખ ભારે પડ્યો અને આજે તે પોતાનો શોખ પૂરો કરવાના ચક્કરમાં મુશ્કેલીઓથી ઘેરાયેલી છે.

કપડા પહેરવામાં આવતી હતી આળસ

કપડા પહેરવામાં આવતી હતી આળસ

એમ્બર વ્યવસાયે મૉડલ છે. તે કપડા પહેરવામાં આળસુ હતી. એમ્બરને ટેટૂ કરાવવાનો એટલો શોખ હતો કે તેણે પોતાના શરીરનો આખો ભાગ ટેટૂથી ભરી દીધો. દાંત સિવાય શરીર પર કોઈ એવો ભાગ એવો નહોતો કે જ્યાં એમ્બરે ટેટૂ ન કરાવ્યુ હોય. તેણે પોતાની આંખોમાં પણ ટેટૂ કરાવીને બધાને ચોંકાવી દીધા. જો કે, આવા ટેટૂ કરાવતી વખતે તેણે થોડા સમય માટે તેની આંખોની રોશની ગુમાવી દીધી હતી. તે ટેટૂઝના એટલા પ્રેમમાં છે કે તેનો પ્રેમ જુસ્સામાં ફેરવાઈ ગયો. એમ્બરે ટેટૂ કરાવવા માટે પોતાની બચત વાપરવાનુ શરૂ કર્યુ.

ટેટૂએ બનાવી દીધી કંગાળ

ટેટૂએ બનાવી દીધી કંગાળ

એમ્બરને ટેટૂ કરાવવાનો એવો ક્રેઝ હતો કે તેણે તેની આખી બચત તેના પર ખર્ચી નાખી. 1.5 કરોડ ખર્ચીને આખા શરીરને એમ્બરે ટેટૂથી ભરી દીધુ. જે ટેટૂ કરાવવામાં તેણે આખી જિંદગીની કમાણી વાપરી દીધી તે ટેટૂ હવે તેના માટે મુશ્કેલી બની ગયા છે. ટેટૂ મૉડલ એમ્બર લ્યુકે કહ્યુ છે કે હવે આ ટેટૂના કારણે તેને કોઈ કામ નથી આપી રહ્યુ. કોઈ મૉડલિંગ પ્રોજેક્ટ પણ નતી મળી રહ્યા. ટેટૂનુ ઝનૂન હવે તેના પર ભારે પડી રહ્યુ છે.

લોકો ચૂડેલ કહીને બોલાવે છે

લોકો ચૂડેલ કહીને બોલાવે છે

તેણે પોતાના શરીર પર સ્ટાઈલ બતાવવા માટે જે ટેટૂ બનાવડાવ્યા હતા તે હવે તેના માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. ટેટૂને કારણે તેનો ચહેરો સંપૂર્ણપણે બદલાઈ ગયો. એટલો બધો બદલાઈ ગયો છે કે લોકો તેને નોકરી આપવાનો ઈન્કાર કરી રહ્યા છે. તેના ટેટૂને જોઈને લોકો તેને ચૂડેલ કહે છે. તેના આ એક્સ્ટ્રીમ લુકને કારણે લોકો એમ્બરને ડ્રેગન ગર્લ તરીકે બોલાવવા લાગ્યા છે. એમ્બર નોકરી ન મળવાથી પરેશાન છે. ટેટૂની ડિઝાઈન અંગે તેણે જણાવ્યુ કે તેણે પોતાના શરીર પર બ્રિસ્બેન રેડિયો શો કરાવ્યો છ, પરંતુ હવે તેના કારણે તેને નોકરી નથી મળી રહી. જો કે એમ્બર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ટેટૂના ફોટો મૂકે છે. લોકો ગમે તે કહે એમ્બર તેના નિર્ણયથી ખુશ છે.

English summary
Model spent 1.5 crore on Tattoos making on her body, now she is struggling to find a job
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X