OMG! સુંદરતા અને હેલ્થ નામે આવું પણ કરે છે, ઉલટી ના આવે તો જુઓ

આ દુનિયા અજીબો ગરીબ વસ્તુઓથી ભરેલી પડી છે. અને તમે વિચારી પણ ના શકો તેવી તમામ વસ્તુઓ અનેક લોકો આ દુનિયામાં કરતા હોય છે પણ તેમાંય તમે એકલામાં કરો તો કંઇ વાંધો નહીં પણ આખું ગામ પણ તમને દેખીને ગાંડા કાઢવાનું શરૂ કરે ત્યારે નવાઇ જરૂરથી લાગે છે. ત્યારે આજે અમે તમને કેટલીક તેવી અજીબો ગરીબ વસ્તુઓ વિષે જણાવીશું જે છે તો ખૂબ જ મોંધી પણ તેમ છતાં હેલ્થ, ટેસ્ટ અને બ્યૂટીના નામે લોકો તેને કરાવે છે.

જેમ કે હાથીના મળમાંથી બનતી બિયર કે પછી પક્ષીના અગારમાંથી બનતો ફેસપેક...સાંભળીને ચિતરી ચઢતી હોય તો અહીંથી જ રહેવા દેજો કારણે કે આવી જ અજીબ વસ્તુઓ માટે કરીને કેટલાક લોકો લાખો ડોલર આપે છે. અને આટલી મોટી કિંમત ચૂકવી આવી અજીબ વસ્તુઓને મજા માણે છે. તો વાંચો આ આર્ટીકલ...

વાપરેલો ટિશ્યૂ

વાપરેલો ટિશ્યૂ

હોલીવૂડની જાણીતી અભિનેત્રી સ્કારલેટ જોહ્નસનનો વપરાયેલો ટિશ્યૂ એક ભાઇએ 5300 ડોલરમાં ખરીદ્યો બોલો! જો કે આ કિંમતને ચેરીટીમાં આપવાની હતી એટલે સારું હતું પણ આગળના સ્લાઇડરમાં તેવું નથી.

પક્ષીના માળાનો સૂપ

પક્ષીના માળાનો સૂપ

ચીની લોકો પક્ષીનો માળો પણ નથી છોડતા! ચીનમાં એક પક્ષી તેના લાળમાંથી માળો બનાવે છે. મનાય છે કે આ લાળથી અનેક સ્વાસ્થય વર્ધક લાભો થાય છે. અને માટે જ ચીનમાં આ માળામાંથી બનાવેલો સૂપ લોકો 40 થી 60 ડોલર ખર્ચીને પીવે છે.

વ્હેલની ઉલટી

વ્હેલની ઉલટી

વ્હેલ ઉલટી કરે છે તે આવી દેખાય છે તેની મને જાણ નહતી! પણ વ્હેલની આ ઉલ્ટી એટલે કે Ambergrisની કિંમત છે 70,000 ડોલર. અને વ્હેલની આટલી મોંધી ઉલટીનો ઉપયોગ પરફ્યુમને લોંગ લાસ્ટિંગ બનાવવા માટે થાય છે

માનવ મળ

માનવ મળ

તમને થશે ખરેખરમાં...પણ એક સ્વસ્થ માનવના મળનો કિંમત છે 13,000 ડોલર. અને આ એક હકીકત છે. આ મળમાંથી કેટલાક ખતરનાક બેક્ટિરિયાના મારવા માટેની દવા બને છે.

વેમ્પાયર ફેસિયલ

વેમ્પાયર ફેસિયલ

જાણીતી સેલિબ્રિટી કિમ કર્દિશે જ્યારે આ ફેસિયલ કરાવ્યું ત્યારે અચાનક જ આ ફેસિયલ પોપ્યુલર થઇ ગયું. આ પ્રક્રિયામાં લોહમાંથી તેના પ્લેટલેટ દૂર કર એક લાંબી પ્રક્રિયા પછી કરવામાં આવે છે. અને તે માટે પોતાના જ લોહીનો ઉપયોગ કરાય છે જેની કિંમત છે. 950 થી 1,400 ડોલર.

હાથીના મળમાંથી બનતી બિયર

હાથીના મળમાંથી બનતી બિયર

આ બિયર હાથીના મળમાંથી બનાવવામાં આવે છે. પ્રત્યેક બોટલની કિંમત છે 100 ડોલર. અને લોકોમાં આ ખૂબ જ પોપ્યુલર છે.

પક્ષીની અગારમાંથી ફેસિયલ

પક્ષીની અગારમાંથી ફેસિયલ

180 ડોલરનું આ ફેસિયલ વિદેશોમાં ભારે પોપ્યુલર છે. અને આ ફેસિયલમાં પક્ષીની અગારનો ઉપયોગ કરવામાં આવે છે.

કોપી લુવેક કોફી

કોપી લુવેક કોફી

આ કોફીની કિંમત 90 ડોલર પ્રતિ કપ છે. અને તે કોફી એક બિલાડીના મળમાંથી બને છે. કહેવાય છે કે બિલાડીએ ખાધેલા કોફીના દાણા જ્યારે તેના મળમાંથી નીકળે છે ત્યારે તે કોફીનો ટેસ્ટ વધુ સારો થઇ જાય છે...ખરેખરમાં???

ધેટાના ગર્ભનાળનું ફેસિયલ

ધેટાના ગર્ભનાળનું ફેસિયલ

ભગવાન લોકો આવું વિચારી પણ કેમ લેતા હશે...500 ડોલરના ફેસ્યલમાં ધેટાની ગર્ભનાળનો ઉપયોગ કરાય છે અને મનાય છે કે આનાથી ચામડીની સાજો ઓછા થાય છે પણ તેમ છતાં કોઇ આવું કરી કેમ શકે!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X