Nostradamus Predictions 2018 : કબરમાંથી આત્મા બહાર આવશે
2018નું નવું વર્ષ આવી રહ્યું છે. ત્યારે ભવિષ્યવેત્તા નાસ્ત્રોદમસની કેટલીક રસપ્રદ ભવિષ્યવાણી જાણો અહીં
વર્ષ 2017 હવે એક મહિનામાં જ પૂર્ણ થશે અને પછી આવશે વર્ષ 2018. લોકો પણ જ્યાં ન્યૂયર માટે પ્લાનિંગ કરી રહ્યા છે ત્યાં જ ફ્રાંસના બહુચર્ચિત ભવિષ્યવક્ત્તા નાસ્ત્રેદમસની વર્ષ 2018 માટે કરેલી કેટલીક ભવિષ્યવાણી લોકોને ડરાવી રહી છે. કહેવાય છે કે નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે 2018માં મૃત આત્માઓ તેમની કબરમાંથી બહાર આવશે અને દુનિયામાં તબાહી મચાવશે. સાથે જ વર્ષ 2018માં દુનિયાભરમાં અનેક કુદરતી આપદાઓ આવશે તેમ પણ કહેવામાં આવ્યું હતું. વધુમાં 2018માં ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની વાત પણ લખવામાં આવી છે. ત્યારે જાણો આ ભવિષ્યવાણીઓ અંગે વધુ વિગતવાર અહીં...

બે દેશો વચ્ચે યુદ્ધ
નાસ્ત્રેદમસે કહ્યું હતું કે 2018ના વર્ષમાં દુનિયામાં ત્રીજી વિશ્વ યુદ્ધ થશે. જે બે દેશો વચ્ચે નહીં પણ બે દિશાઓ વચ્ચેનું યુદ્ધ હશે. આ બે દિશાઓ ઉત્તર કે દક્ષિણ કે પછી પૂર્વ કે પશ્ચિમ પણ હોઇ શકે છે. સાથે જ 2018માં વિનાશકારી ભૂંકપ આવશે અને આકાશમાંથી આગના ગોળા જમીન પર પડશે. વધુમાં ચીન ભૂકંપ જેવી પ્રાકૃતિક આપદાથી સૌથી વધુ પ્રભાવિત થશે. સાથે જ દુનિયામાં પૂરની સ્થિતિ સર્જાશે.

આગ પર આગાહી
2018માં વિસુવિયસમાં આગ લાગશે જેનાથી સમગ્ર ઇટલીને મોટા પ્રમાણમાં નુક્શાન થશે. ઉલ્લેખનીય છે કે ઇટલીના ભૂ વૈજ્ઞાનિકોનું માનીએ તો વિસુવિયસ એક સક્રિય જ્વાળામુખી છે. અને 2018ના અંત સુધી તે ફાટે તેવી પણ સંભાવના રહેલી છે. વળી ચીનમાં પણ ભૂકંપથી રશિયામાં પૂરની સંભાવના રહેલી છે. આમ આવી કુદરતી આપદાથી આ દેશોમાં મોટા પ્રમાણમાં જાન-માલના નુક્શાનની સંભાવના રહેલી છે.

કોણ હતા નાસ્ત્રેદમસ?
નાસ્ત્રેદમસનો જન્મ 14 ડિસેમ્બર 1503માં ફ્રાંસના એક નાનકડા ગામમાં થયો હતો. તેમણે 16મી શતાબ્દીમાં કવિતાઓ દ્વારા દુનિયાના ભવિષ્ય અંગે ભવિષ્ણવાણીઓ કરી હતી. જેમાંથી અનેક મોટા ભાગે સાચી સાબિત થઇ છે. માટે તેમને દુનિયાના મોટા ભવિષ્યવેત્તાઓ તરીકે જોવામાં આવે છે. અને અનેક લોકો તેમની આ ભવિષ્યવાણી પર ખૂબ વિશ્વાસ પણ કરે છે.

શું સાચું પડ્યું છે?
નાસ્ત્રોદમસે જે દ્વિતીય વિશ્વયુદ્ધ અને પરમાણુ બોમ્બ તથા અમેરિકાના 9/11 ના હુમલા તથા ડાયના અને હિટલરની મોત વિષે વાત જણાવી હતી તે મહંદ અંશે સાચી સાબિત થઇ છે. અને 2016ના અમેરિકાના રાષ્ટ્રપતિ વિષે પણ તેમણે કહ્યું છે કે અમેરિકાનો આ રાષ્ટ્રપતિ અમેરિકાનો છેલ્લો રાષ્ટ્રપતિ રહેશે. ઉલ્લેખનીય છે કે હાલ જે રીતે નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે તનાવ ચાલી રહ્યો છે તે જોતા અનેક લોકો નસ્ત્રોદમસની આ ભવિષ્યવાણી પણ સાચી થશે તેવી સંભાવના રજૂ કરી રહ્યા છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી








Click it and Unblock the Notifications
