For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાના હાથે 2 મોઢાવાળી માછલી લાગી, સોશ્યિલ મીડિયા પર વાયરલ

ન્યુયોર્કની ડેબી ગેડ્ડેસ નામની મહિલા નદીમાં માછલી પકડવા ગઈ હતી. પરંતુ તેના હાથમાં આવેલી માછલી જોઈ તેણી ચોંકી ગઈ

|
Google Oneindia Gujarati News

ન્યુયોર્કની ડેબી ગેડ્ડેસ નામની મહિલા નદીમાં માછલી પકડવા ગઈ હતી. પરંતુ તેના હાથમાં આવેલી માછલી જોઈ તેણી ચોંકી ગઈ. તે સમયે તેનો પતિ પણ ત્યાં હાજર હતો. ડેબીએ ચેમ્પ્લેઇન લેકથી બે મોઢાવાળી માછલી પકડી. ત્યાં હાજર ડેબીનો પતિ પણ તેને જોઈને હેરાન થઇ ગયો હતો. આ માછલીના ફોટા નોટી બોયઝ ફિશિંગે તેમના ફેસબુક પેજ પર શેર કર્યા છે.

અમે કેટલીક ફોટો ખેંચી અને માછલીને છોડી દીધી

અમે કેટલીક ફોટો ખેંચી અને માછલીને છોડી દીધી

ડેબી ગેડ્ડેસે જણાવ્યું હતું કે- જ્યારે અમે શિકારને બોટ તરફ ખેંચ્યો ત્યારે અમે વિશ્વાસ કરી શકતા ના હતા કે અમે બેમોઢાવાળી માછલી પકડી લીધી છે. તેમ છતાં આ માછલી સ્વસ્થ હતી. ખૂબ જ આશ્ચર્યજનક! ડેબીએ અહેવાલ આપ્યો છે કે તેને અને તેના પતિએ માછલીઓ સાથે કેટલીક તસવીરો લીધા બાદ તેને પાછી નદીમાં છોડી દીધી. ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં ડેબીએ કહ્યું- અમે તરત જ કેટલાક ફોટો ક્લિક કર્યા અને માછલીને છોડી દીધી

ફોટો પર લોકો અલગ અલગ તર્ક આપી રહ્યા છે

આ ફોટા તેના ફેસબુક પર શેર કરતી વખતે, નોટી બોયઝ ફિશિંગે લખ્યું - 'અમારા સહ-કાર્યકર ડેબી ગેડ્ડેસે થોડા દિવસો પહેલા ચેમ્પલેઇન તળાવમાંથી બે-મોઢાવાળી માછલી પકડી હતી.' જણાવી દઈએ કે તેમની ટીમ ત્યાંની સૌથી મોટી ટૂર્નામેન્ટની વિજેતા છે. આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તે દુનિયાભરમાં વાયરલ થઈ ગઈ હતી. લોકો બે મોઢાવાળી માછલીઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, આવી માછલીઓ શોધવી સામાન્ય નથી. આ તસવીરો 6 હજારથી વધુ વખત શેર કરવામાં આવી છે. ઘણા લોકોએ આ ફોટા પર ટિપ્પણી કરી છે. લોકો આ ફોટો પર વિવિધ સિદ્ધાંતો બનાવી રહ્યા છે.

માછીમારોને હાથે કિંમતી વસ્તુઓ લાગે છે

માછીમારોને હાથે કિંમતી વસ્તુઓ લાગે છે

તમને જણાવી દઇએ કે માછીમારો માટે માછલી પકડતી વખતે કિંમતી જીવો અથવા ખજાનાને પકડવું સામાન્ય છે. આવી બાબતોથી ઘણા માછીમારોનું જીવન બદલાઈ ગયું. ઘણી વખત કોઈને કોઈ મોંઘી અથવા વધારે વજનવાળી માછલી મળી જાય છે, જયારે કોઈને ખજાનાથી ભરેલું વાસણ મળી આવે છે. ડેબી ગેડ્ડેસનું પણ એવું જ થયું પરંતુ તેણે આ બે મોઢાવાળી માછલીને પાણીમાં પાછી છોડી દીધી.

આ પણ જુઓ: Video: સાપને ખાવાનું નહીં મળ્યું, તો પોતાને જ ગળી ગયો

English summary
new york fisherman found two mouthed fish, photo goes viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X