For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: સાપને ખાવાનું નહીં મળ્યું, તો પોતાને જ ગળી ગયો

સોશિયલ મીડિયા પર એક વિચિત્ર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભૂખથી તડપી રહેલા એક સાપને ખાવા માટે કંઈ મળ્યું તો તે પોતાને જ ગળી ગયો

|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયા પર એક વિચિત્ર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભૂખથી તડપી રહેલા એક સાપને ખાવા માટે કંઈ મળ્યું તો તે પોતાને જ ગળી ગયો. વિચલિત કરી દેતો આ વીડિયો રેપ્ટાઈલ સેન્ચુરીનો જણાવવામાં આવી રહ્યો છે. આ સાપને રેપ્ટાઈલ સેન્ચુરીમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે તેને ભૂખ લાગી અને ખાવા માટે કઈ નહીં મળ્યું ત્યારે તેને પોતાને જ ખાઈ લીધો. જ્યારે રેપ્ટાઈલ સેન્ચુરીના કર્મચારીઓની નજર આ સાપ પર પડી ત્યારે તેમને તેનો વીડિયો બનાવી લીધો.

Hungry Snake eat itself

ફેસબુક પર શેર કરેલો આ વિડિયો જોઈને તમે હેરાન થઇ જશો કારણ કે ઝેરીલો સાપ કઈ રીતે તેના શરીરનો અડધો ભાગ ગળી ગયો હતો. આ વીડિયોમાં રેપ્ટાઈલ સેન્ચુરીના ટીમના સભ્યો જણાવી રહ્યા છે કે જ્યારે કિંગ સ્નેકર ભૂખ્યો હોય ત્યારે તે બીજો સાપ ખાઈ લે છે અથવા તે પોતાને જ ખાઈ લે છે. ટીમના સભ્યો જણાવી રહ્યા છે કે જ્યારે સાપ પોતાની પૂંછડી જુએ છે, ત્યારે તે તેને બીજો સાપ સમજીને ખાઈ લે છે.

આ પછી, તેને ખબર પડી કે તે પોતે જ ખાઇ રહ્યો છે. જોકે તેઓ ક્યારેય પોતાને સંપૂર્ણ રીતે ખાઇ શકતા નથી. આજે આપણે આવા જ એક કિંગ સાપને જોયો છે. વિડિઓમાં, તમે જોઈ શકો છો કે ટીમના સભ્યએ સાપનો જીવ બચાવ્યો. આ માટે તેમને સાપના નાકને દબાવી દીધું, જેના પછી તેને સારું અનુભવ નહીં થયું કારણકે તેને કારણે સાપને ગભરામણ થવા લાગી. એટલા માટે તે પોતાના શરીરના બાકીના ભાગને તરત બહાર કાઢી નાખે છે.

જો કે, આવા કેસ ભાગ્યે જ જોવા મળે છે. કારણ કે જ્યારે સાપ બહાર હોય છે, ત્યારે તેઓ તેમના ખોરાકનો ઉપયોગ કરી લે છે. પરંતુ જ્યારે તેઓને કેદ કરવામાં આવે છે અથવા એક સેન્ચુરીમાં રાખવામાં આવે છે, ત્યારે તેઓને સમયસર ખોરાક મળતો નથી. જેના કારણે તેઓ પોતાને ગળી જાય છે.

આ પણ વાંચો: ચહેરા પર ઓક્ટોપસ મૂકીને ફોટો પડાવવો મહિલાને ભારે પડ્યો

English summary
Viral Video: Hungry Snake eat itself
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X