આ મહિલાને ખૂબસૂરતીને કારણે કોઈ જોબ નથી આપતુ, રિલ્સ બનાવીને કમાય છે રૂપિયા
દરેક મહિલા ઈચ્છતી હોય છે કે તે ખૂબસૂરત દેખાય. દુનિયાભરના તમામ દેશમાં ખૂબસૂરત મહિલાઓને નોકરી માટે પહેલી પસંદગી અપાય છે. જો કે એક મહિલા માટે તેની ખૂબસૂરતી સમસ્યા બની ગઈ છે અને તેને જોબ નથી મળી રહી.
સામાન્ય સ્થિતીમાં જોબ માટે ખૂબસૂરતી એક પ્લસ પોઈન્ટ હોય છે પરંતુ આ મોડલ સાથે તેનાથી ઉંધુ થઈ રહ્યું છે. આ સુંદર મોડલ માટે તેની સુંદરતા સૌથી મોટી સમસ્યા બની ગઈ છે અને તેની સુંદરતા અને હોટ સ્ટાઈલના કારણે તેને કોઈ કામ નથી આપી રહ્યું.

જુજુ બ્રાઝીલ નામની આ મોડલ સાથે તેની સુંદરતા અને હોટનેસને તેના ભેદભાવ થઈ રહ્યો છે. કોઈ તેને કંપનીમાં નોકરી આપવા તૈયાર નથી. જેના કારણે તે બેરોજગાર છે. મોડલના જણાવ્યા અનુસાર, તે સુંદર હોવાની કિંમત ચૂકવી રહી છે.
મોડલ જુજુ બ્રાઝીલે જણાવ્યુ કે, ટીવી સિરિયલમાં કામ કરવાનું મારું સપનું હતું પરંતુ જ્યારે હું ઓડિશન માટે જાઉં છું તો નિર્માતાઓ મને કામ આપવાની ના પાડી દે છે. નિર્માતા કહે છે કે લોકો રિયાલિટી શોમાં તેનો હોટ લુક જોવા નથી માંગતા.
અહેવાલો અનુસાર આ જુજુએ કહ્યું કે, ઘણી વખત લોકોએ તેને અલગ-અલગ પ્રકારના ડ્રેસ પહેરવા માટે ધમકી આપે છે. તેને હોટ હોવાના કારણે મને ઘણા પૂર્વગ્રહનો સામનો કરવો પડ્યો છે. હવે આપણે તેના વિશે વાત કરવી પડશે.
કોઈ કામ ન મળતા જુજુ બ્રાઝીલ ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 70 હજારથી વધુ ફોલોઅર્સ છે. હવે લોકો તેને મોડલ તરીકે ખૂબ પસંદ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
