આ દેશમાં એક પણ સાપ નથી જોવા મળતા, જાણો કેમ?
હકિકતમાં આ સમાચાર એવા લોકો માટે છે જેમને સાપ જોઈને બીક લાગે છે. આવા લોકોને જણાવી દઈએ કે આ દુનિયામાં એક એવો પણ દેશ છે જ્યાં કોઈ પણ પ્રકારના સાપ નથી જોવા મળતા. આમ હોવા પાછળ ચૌકાવનારા કારણો છે.
જ્યાં એક પણ સાપ નથી તે દેશનું નામ આયર્લેન્ડ છે. અહીં એક પણ સાપ નથી જોવા મળતા. આયર્લેન્ડમાં એક પણ સાપ ન હોવા પાછળ એક ખૂબ જ રસપ્રદ કારણ છે.

આયર્લેન્ડમાં સાપની ગેરહાજરી પાછળ એક દંતકથા ચાલી આવે છે. કહેવાય છે કે આયર્લેન્ડમાં ખ્રિસ્તી ધર્મના રક્ષણ માટે સેન્ટ પેટ્રિક નામના એક સંતે આખા દેશના સાપને એકસાથે ઘેરી લીધા અને પછી તેમને આ ટાપુ પરથી હટાવીને સમુદ્રમાં ફેંકી દીધા. તેણે 40 દિવસ સુધી ભૂખ્યા રહીને આ કામ પૂરું કર્યું હતું..
બીજી તરફ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ દેશમાં ક્યારેય સાપ નહોતા. ડિપાર્ટમેન્ટ ઓફ ફોસિલ રેકોર્ડમાં આયર્લેન્ડ દેશમાં સાપ હોવાના કોઈ રેકોર્ડ નથી.
આયર્લેન્ડમાં સાપની ગેરહાજરી વિશે એક વાર્તા પ્રચલિત છે. કહેવાય છે કે અગાઉ અહીં સાપ હતા, પરંતુ અતિશય ઠંડીને કારણે તે લુપ્ત થઈ ગયા. ત્યારથી એવું માનવામાં આવે છે હતું કે અતિશય ઠંડીને કારણે અહીં સાપ જોવા મળતા નથી.
આ તો થઈ વાત સાપની પણ આયર્લેન્ડ સાથે બીજી ઘણી મોટી વાતો જોડાયેલી છે. વિશ્વનું સૌથી મોટું જહાજ ટાઈટેનિક પણ ઉત્તરી આયરલેન્ડના બેલફાસ્ટ શહેરમાં બનાવવામાં આવ્યું હતું.
આ સિવાય તમને જાણીને નવાઈ લાગશે કે અહીં એક 9 મીં સદીમાં બનેલુ બાર આવેલુ છે અને હજુ પણ ચાલી રહ્યું છે. આ સિવાય કહેવાય છે કે પૃથ્વી પરના તમામ ધ્રુવીય રીંછના પૂર્વજોને શોધી કાઢીએ તો તે બધા 50 હજાર વર્ષ પહેલા આયર્લેન્ડમાં રહેતા માદા ભૂરા રીંછના વંશજો છે.












Click it and Unblock the Notifications
