હવે દુનિયાના કોઈપણ ખુણે 2 કલાકમાં પહોંચી શકાશે, જાણો શું હોય છે સબઓર્બિટલ ફ્લાઈટ?
હવે દુનિયામાં પરિવહન ખુબ જ ઝડપી બની રહ્યુ છે. હવે વિશ્વમાં સુપર સોનિક અને હાઈપર સોનિક વિમાનો ઉપલબ્ધ છે. આનાથી આગળ હવે હવાઈ મુસાફરીની ઝડપ વધારવા દુનિયામાં બહુ જલ્દી સબઓર્બિટલ ફ્લાઈટની શરૂ થઈ શકે છે. હવે તમને સવાલ થશે કે આ સબઓર્બિટલ ફ્લાઈટ શું છે?
વિશ્વનું પ્રથમ સુપરસોનિક કોમર્શિયલ એરક્રાફ્ટ કોનકોર્ડ વિમાન તો તમને ખબર જ હશે. અવાજથી ડબલ સ્પીડે ભાગતું આ વિમાન 3 કલાકમાં ન્યૂયોર્કથી લંડન જતુ હતુ. જો કે 2000માં એક હાઈપ્રોફાઈલ અકસ્માત બાદ તેને બંધ કરી દેવાયુ.

હવે 20 વર્ષ પછી નાસાએ X-59 નામે નવી જાહેરાત કરી છે. આની સ્પીડ કોનકોર્ડ કરતા ઓછી હશે. આ સિવાય નિષ્ણાતો એવા વિમાનની કલ્પના કરી રહ્યા છે જે 2 કલાકથી ઓછા સમયમાં દુનિયાના કોઈપણ ખૂણે પહોંચી જશે.
નાસાએ જાહેર કરાયેલા આ સુપર સોનિક વિમાનને એક્સ-59 નામ અપાયુ છે અને ટૂંક સમયમાં પ્રથમ ઉડાન ભરશે. કોનકોર્ડ કરતાં નાનું, ધીમુ અને લગભગ 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે વિમાન ન્યૂયોર્કથી લંડનની મુસાફરીનો 3:30 કલાકનો સમય ઘટાડશે.
બ્રિટનની સિવિલ એવિએશન ઓથોરિટીના રિપોર્ટ અનુસાર, કેટલાક એવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે અને તેનાથી મુસાફરીની ઝડપ અનેકગણી વધી જશે. લંડનથી સિડની 2 કલાકથી ઓછા સમયમાં પહોંચી શકાશે. અત્યારે લંડનથી સિડની જવામાં 22 કલાક લાગે છે. નિષ્ણાતોએ હાલમાં તેને સબઓર્બિટલ ફ્લાઇટ્સ નામ આપ્યું છે.
સરળ શબ્દોમાં કહીએ તો સબર્બિટલ ફ્લાઇટ જેફ બેઝોસના બ્લુ ઓરિજિન અને રિચાર્ડ બ્રેન્સનના વર્જિન ગેલેક્ટિક જેટ પ્રોગ્રામ દ્વારા તૈનાત કરાયેલા રોકેટ જેવી જ હશે. તે 3500 માઈલ એટલે કે 5632 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકશે. આનાથી માત્ર 39 મિનિટમાં ન્યૂયોર્કથી શાંઘાઈ પહોંચી શકાશે.












Click it and Unblock the Notifications
