અશ્લીલ છે આ ગામનું નામ, સોશિયલ મીડિયા ડિલિટ કરી દે છે નામ
આપણે બધાને આપણી માતૃભૂમિ પર ગર્વ છે અને આપણને ગર્વ હોવો પણ જોઈએ. છેવટે, આપણે જ્યાં જન્મ્યા છીએ તે સ્થાન સાથે આપણી ઓળખ થાય છે. આ વચ્ચે આજે અમે તમને જે ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તે ગામનું નામ કોઈ ગર્વની વાત નથી, પણ પરેશાનીનું કારણ છે. તેમની સમસ્યા અલગ છે. કારણ કે, તેઓ સોશિયલ મીડિયા પર પોતાના ગામનું નામ પણ નથી લખી શકતા.
આપણા દેશમાં પણ તમે બંદરપુર, ખજુરપુર, ખટોલા, ઈમરતી અને બીજા ઘણા ગામોના નામ તો સાંભળ્યા જ હશે, પરંતુ ભાગ્યે જ કોઈ તેને જણાવતા ખચકાય છે, અથવા તો તેને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દેવામાં આવે છે.

જોકે, સ્વીડનના એક ગામનું નામ લેતા ગ્રામવાસીઓ શરમ અનુભવે છે એટલું જ નહીં, ફેસબુક પણ તેમને શરમ અનુભવ કરે છે. આ જગ્યા કદાચ ભવ્ય હતી, પણ હવે એવું બિલકુલ નથી.
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, ગામના રહેવાસીઓને હવામાન અથવા અહીંની વ્યવસ્થા વિશે ક્યારેય કોઈ ફરિયાદ નથી, પરંતુ તેઓ ઈચ્છે છે કે, ગામનું નામ કોઈક રીતે બદલાઈ જાય. તેનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા સેન્સરશિપ છે. વાસ્તવમાં જ્યારે પણ ગ્રામીણ લોકો ફેસબુક અથવા અન્ય કોઈ સોશિયલ મીડિયા માધ્યમ પર તેમની વ્યવસાયની જાહેરાત અથવા ઘરનું સરનામું પોસ્ટ કરે છે, ત્યારે તેમને વાંધાજનક અથવા અશ્લીલ કન્ટેન્ટ માનીને દૂર કરવામાં આવે છે. આ કારણોસર તેઓ સોશિયલ મીડિયા પર તેમના ગામનું નામ લખી શકતા નથી.
અમે જે દરલ ગામની વાત કરી રહ્યા છીએ તેનું નામ 'ફકે' (Fucke) ગામ છે. આ સાઈન બોર્ડ તમને સોશિયલ મીડિયા પર ઘણી જગ્યાએ તસ્વીરોમાં જોવા મળશે, પરંતુ આ ટેગથી ગામલોકો પરેશાન છે. આ ગામનું નામ વર્ષ 1547માં રાખવામાં આવ્યું હતું અને તે ઐતિહાસિક છે. આવી સ્થિતિમાં સ્વીડનના નેશનલ લેન્ડ સર્વે વિભાગને પણ તેને બદલવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં માત્ર 11 ઘર છે અને અહીં રહેતા લોકો ગામનું નામ જણાવતા શરમથી માથું ઝુકી જાય છે.












Click it and Unblock the Notifications
