લો બોલો.. લોકો હવે સુવા માટે ડિવોર્સ લઈ રહ્યા છે, જાણો શું હોય છે સ્લીપ ડિવોર્સ?

સામાન્ય રીતે લોકો એકબીજા સાથે રહેવા માટે લગ્ન કરતા હોય છે અને એકબીજાથી છુટા પડવા માટે ડિવોર્સ લેતા હોય છે. જો કે આ દુનિયામાં એવા પણ લોકો છે જે માત્ર સુવા માટે ડિવોર્સ લઈ રહ્યા છે. આ દિવસોમાં દુનિયામાં સ્લીપ ડિવોર્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

દિવસભર કામ કર્યા પછી વ્યક્તિ રાતે નિરાતે સુઈ જવાની ઈચ્છા રાખે છે. પરંતુ લોકો તેમના પાર્ટનરની કેટલીક આદતોને કારણે પરેશાન થઈ જાય છે. આ ટેવોમાં મોટેથી નસકોરા લાઈટ ચાલુ રાખવા જેવી સમસ્યાઓ હોય છે. આ તમામ સમસ્યાનું સમાધાન સ્લીપ ડિવોર્સ છે.

Sleep Divorce

કપલ અલગ-અલગ સૂવે છે તેને સ્લીપ ડિવોર્સના નામે ઓળખવામાં આવે છે. આમ કરવાથી તેમને શાંતિથી ઊંઘ મળે છે. સ્લીપ ડિવોર્સમાં કપલ સાથે રહે છે પરંતુ ઊંઘ માટે તેઓ સાથે સૂવાને બદલે અલગ બેડરૂમમાં સૂવાનું પસંદ કરે છે. સ્લીપ ડિવોર્સ લાંબા ગાળાના અથવા કામચલાઉ હોઈ શકે છે. આ દંપતીની ઈચ્છા પર આધાર રાખે છે.

સ્લીપ ડિવોર્સના ઘણા ફાયદા ગણાવવામાં આવે છે. આ તમારી ઊંઘની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. આમાં કપલને પોતાની સ્પેસ મળે છે. ઓપન બેડને કારણે સારી ઊંઘ મળે છે. હેલ્ધી રિલેશનશિપ માટે એક જ પલંગ પર સૂવું જરૂરી નથી, કપલ્સ એકબીજા સાથે બેડ શેર કર્યા વિના પણ આત્મીય રહી શકે છે.
હેલ્દી લાઈફ માટે સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. એમ કહી શકાય કે સ્લીપ ડિવોર્સ ઉંઘ માટે સારી બાબત છે. જો તમે તમારા પાર્ટનરની ઊંઘવાની આદતોને કારણે તમારી ઊંઘ સાથે સમાધાન કરી રહ્યા છો તો સ્લીપ ડિવોર્સ સારો વિકલ્પ છે.

સ્લીપ ડિવોર્સમાં સંબંધો પર કોઈ અસર થતી નથી. અલગ સૂવું એ તમારી વ્યક્તિગત પસંદગી છે. કપલ પરસ્પર સંમતિ અને સમજણથી એકબીજાની જરૂરિયાતોને માન આપે છે. આનાથી તમે કોઈપણ પ્રકારની ખલેલ વગર ઉંઘ લઈ શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X